________________
છીએ. તે પ્રમાણે શાસનના સર્વ તત્ત્વોનું રક્ષણ કરવાનું છે, કેમકે તે આપણી થેલી છે. એટલે કદાચ રૂપિયાની થેલી કોઇ લઇ જાય, તો જાન બચાવીએ, પરંતુ સર્વકલ્યાણકર શાસનના પાકા ટ્રસ્ટી હોવાથી જાનને અને સર્વસ્વને ભોગે પણ તેના એકે એક સુતત્વનો બચાવ કરવાની આપણી ફરજ છે. આમ સમજીને બીજાઓએ “જૈન ધર્મ જગતના હિતને માટે છે માટે તેની મિલ્કતો ઉપર હાથ નાંખવાની જરૂર નથી. જગતની એ મિલ્કતનું જૈનો ચમત્કારીક રીતે સર્વસ્વને ભોગે જેવું રક્ષણ કરશે તેવું બીજાથી થવું સંભવિત નથી. માટે તેના હાથમાં રહેવા દેવામાં જગતની સલામતી છે. અજ્ઞાન પ્રજાને ઉશ્કેરી ન્મોની મિલ્કતો પડાવી લેવાની કોઈ સ્વાર્થીની આવી યુક્તિથી ચેતતા રહેવા જેવું છે.
આ અને આવી છે જે પોલીસીથી પૂર્વના મહાન આચાર્યોએ શાસનનું રક્ષણ કરી આપણને વારસામાં જે જે તત્ત્વો આપેલા છે, તે સર્વ તત્ત્વો સૂક્ષ્મ વિચાર શક્તિ અને ઉડા અભ્યાસથી થોડાકોએ પણ જાણી લઇ, તેના માટે તત્પર રહેવું જોઈએ. જેમ વિજયહીરસૂરીશ્વરજી વિજયસેનસૂરીશ્વરજી અને વિજયદેવસૂરીશ્વરજી એ ત્રિપુટીએ પોતાની ફરજ બજાવી હતી, તે જ પ્રમાણે ફરજ બજાવનારા નીકળી આવે, અને તેઓને આ લખાણમાંથી કાંઈ પણ યોગ્ય પ્રેરણા મળે, તો પ્રયાસ સફળ માની વિરમું છું.
આ કર્તવ્ય દિશામાં બતાવવામાં આવેલા માર્ગોના સંક્ષિપ્ત સૂચનોજ અત્રે કરવામાં આવેલા છે. તે દરેક ઉપર એક એક નિબંધ થઇ શકે તેમ છે, અને ખાસ અભ્યાસીઓ એકએક મુદ્દો લઈને વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરશે તો જ દરેકની સંગતિ સમજાશે, માટે ન સમજાય તેઓએ સમજવા પ્રયાસ કરવા વિજ્ઞમિ છે.
આપણી સર્વ અવાન્તર પ્રવૃત્તિઓને ગૌણ બનાવી દરેકે શ્રી જૈન શાસનને પોતાના જીવનના સર્વ પ્રસંગોમાં કેન્દ્રિત કરવું જોઈએ, આજે તેની વિચિત્ર ઉપેક્ષા અને નાની પ્રવૃત્તિઓમાં જરૂરીયાત કરતાં મનવચન કાયાના વધારે પડતા રોકાણથી ઘણું આશ્ચર્ય થાય છે. પરંતુ શ્રી જૈનશાસનમાં એવાં તત્ત્વો ગુંથાયેલાં છે કે જે પ્રસંગે પ્રસંગે બહાર આવી જઈ શાસનને જાગતું અને જયવંતું બનાવે છે, ને બનાવશે. છતાં સૌના પ્રયાસની અપેક્ષા તો સર્વકાળે રહે જ છે.
જે જયતુ શાસનમ સંવત ૧૯૯૬ના અષાઢ
સેવક વદિ ૫-મહેસાણા
પ્રભુદાસ બેચરદાસ પારેખ.