________________
પહોંચે તેમ નથી. કારણ કે ઉચ્ચ સાધના માટે ઉચ્ચ ચારિત્રબળ જોઈએ, અને તે જૈન મુનિઓમાં ખાસ સંભવે છે. તેમજ જૈન મંત્રો અને જૈન દેવોની તાકાત વધારે પ્રબળ હોય છે, કેમકે તે દેવો પણ પવિત્ર અને શુદ્ધ જીવનવાળા હોય છે. માટે દ્ધિવાળા અને વધારે લાગવગ પહોંચાડે તેવા હોય છે. અને તે જૈન મુનિઓને સિદ્ધ થાય તેવા બીજાને ન થાય, એ સ્વાભાવિક છે. માટે બીજાની હરિફાઈમાં આપણો જ વિજય થાય તેવું એ સાધન આપણી પાસે છે. તેનો લાખોને ભોગે, અને સેંકડોની આખી જંદગીની સેવાને ભોગે, બુદ્ધિપૂર્વકની વ્યવસ્થાના બળથી, લાભ આપણે પ્રાપ્ત કરી લેવો જોઈએ.
જ્યારે જ્યારે કષ્ટ કે મુશ્કેલી આવી પડે, ત્યારે ત્યારે દરેક વખતે સબળ રાજ્યસત્તા આપણને મદદ કરી શકે તેવી હોય જ, એમ માની લેવાનું નથી, પારકી આશ સદા નિરાશા, આપણે આપણા છેવટના રક્ષક સાધનોથી સ્વતંત્રપણે જ સન્નધ્ધ રહેવું જોઈએ. .
આજના વિજ્ઞાનના ચમત્કારિક પ્રયોગો આજે mતને અચંબામાં નાખે છે અને આંજી નાખે છે, તેની સામે આપણી પાસે કાંઇપણ સાધન નહીં હોય, અને અપંગ જેવા રહીશું તો શાસનની રક્ષા કેમ કરી શકીશું? આજનું વિજ્ઞાન ગમે તેવું પણ સ્થૂલ તત્ત્વો ઉપર ખડું છે, ત્યારે મંત્ર વ્યવસ્થા વધારે રક્ષક અને વધારે સંગીન તથા અલ્પખર્ચાળ છે. અને તે બીજા બધા કરતાં આપણને કેટલાક સાધનો વારસામાં એવા મળ્યા છે, તે ઉપરથી વધારે સરળતાથી સુસાધ્ય થાય તેમ છે. માટે આની પાછળ નાણાંની, વ્યવસ્થા-શક્તિની, અને સાધકપણે જીંદગીઓ આપનારાઓની જરૂર છે. આવું સાધન આપણા હાથમાં આવ્યા પછી વિજ્ઞાનને જેટલું કુદવું હોય, તેટલું ભલે કુદે, જેટલા ચમત્કાર બતાવવા હોય તેટલા ભલે બતાવે, પરંતુ સત્યમાર્ગ ધર્મધ્વંસક તત્ત્વોથી નિર્ભય છે.
શાસન તંત્રમાં આ સાધન વ્યવસ્થિત નહીં હોય, ત્યાં સુધી તેનો પ્રભાવ પડવામાં ખામી રહ્યા કરશે, એમ મારું અંત:કરણથી માનવું છે. “ત્યાગી સાધુને આવું ન શોભે! એવો પ્રચાર કરાવીને આપણને ભડકાવીને એ ભૂલાવી દીધું છે. તેની ઘણી આમ્નાયો પરંપરાથી મળતી અટકી ગઈ છે. અને બીજી તરફ યુરોપે વિજ્ઞાન ખીલવી મંત્રવાદ જેવા જ ચમત્કારો જગતને બતાવીને આંજી નાખેલ છે. આપણે તેમાં તેઓને પહોંચી શકીએ તેમ લાગતું નથી. અને તેઓ આપણને મંત્ર શક્તિમાં પહોંચી શકે તેમ નથી. કેમકે-એ સાધન હજુ આપણને સહજ સાધ્ય છે, અને આપણને સ્વતંત્ર છે. પછી તો પ્રમાદ જ આપણને નબળા રાખી શકે.
૪૧