________________
ખરી ગુંચવણ વખતે પ્રખર મુનિ મહારાજાઓ જેટલા શાસનને માટે ભોગ આપી બુદ્ધિ પૂર્વક દોરવાણી કરી શકે, તે રીતે બીજા પાસેથી આશા રાખવી વધારે પડતી છે. અને શાસન રક્ષણ થયું કે તેમાં દુન્યવી સર્વ રક્ષણો પણ સમાયેલા જ છે. એટલે શ્રાવકોનું પણ ખરું હિત તેમાં જ છે. ધન-ધાન્યની સંપત્તિની ચાવી પણ એ જ છે. શ્રાવકો વ્યવહારમાં આગળ પડતા થાય ને ધર્મના ભક્ત ટકી રહે તેવા જ તૈયાર થવા જોઈએ.
માટે મુનિ મહાત્માઓને તૈયાર કરવા માટે જગત્માં જે જે સાધનો બીજા માટે વપરાતા હોય, તે સર્વ કરતા ખાસ વિશિષ્ટ પ્રકારના સાધનોની યોજનાઓ શ્રી સંધે કરવી જ જોઈએ. એ જ સર્વનું શરણ છે. દરેક જમાનામાં દેવ અને ધર્મની ઓળખાણ પણ એને જ આધીન છે. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંજોગોમાં માર્ગ કાઢવાનું પણ એનું જ કામ છે. બીજાનું
નથી.
નજીકના ભવિષ્યમાં એવા સંજોગો ગોઠવાઇ રહ્યા છે, કે જેમાંથી શાસનનો યોગ્ય માર્ગે બચાવ કરવાની ઘણાજ મહત્ત્વની પરિસ્થિતિ ઉભી થાય તેવા સંજોગો લાગે છે. તો સારા કુટુંબના યુવકોએ અને કિશોરોએ “શાસનસેવામાં જગતની, પ્રાણીમાત્રની અને પોતાના આત્માની સેવા છે, દેશની, કુટુંબની, અને જ્ઞાતિની સેવા છે, આર્ય સંસ્કૃતિ અને આર્ય પ્રજાની સેવા છે,” એમ સમજીને સ્વેચ્છાથી મુનિવર્ગમાં ભરતી થઈ મુનિવર્ગની જગમાં શોભા ઉત્પન્ન કરવી જોઈએ. અથવા કટોકટીના સમયમાં શાસન નાવને ભર દરીયામાંથી પસાર કરાવીને કૃતકૃત્ય થવું જોઇએ.
આજે મુનિમહાત્માઓ અને સાધ્વીજીઓ માટે અભ્યાસના કશા સંગીન સાધનો છે જ નહીં. કોઈ કોઈ ઠેકાણે પાઠશાળાઓમાં એકાદ પંડિતની ગોઠવણ હોય છે. પરંતુ આ પદ્ધતિ શ્રી સંઘના હિતની નથી, આવી પદ્ધતિથી મુનિ મહાત્માઓ પાઠશાળાઓના નિશાળીયાઓ બની જશે. પરંતુ જગતની સર્વ સંસ્થાઓ કરતાં “મુનિઓ તક્ત સ્વતંત્ર છે.” એ ભાવ ઉડી જશે. આપણે મુનિમહાત્મા તરીકનું ઉદ્ધારક ખમીર ગુંગળાવીને નિશાળીયા કે સુપ્રીટેન્ડેન્ટ બનાવવા નથી ઇચ્છતા, પણ સ્વતંત્ર અને નિરપેક્ષ, ત્યાગી, તપસ્વી, જ્ઞાની, પ્રભાવક, મહાત્માઓ તરીકે ટકાવી રાખવા ઇચ્છીએ છીએ.
મુનિઓને શાસ્ત્રાશાયુક્ત ગુર્વાષા સિવાય કશું બંધન જ આ જગતનું હોઈ શકે નહી, ને છે પણ નહી.
૩૬