________________
દરેક સંઘે પોતે પોતાની જવાબદારી ઉપાડવી જોઇએ. તેમજ સર્વને લાગુ પડતી સૂચનાઓ કે ફરજો બજાવવાની સૂચનાઓ પણ યોગ્ય કેન્દ્ર મારફત જ લાવી જોઈએ. ગમે તે સંસ્થા નવી ઉભી થઇને પોતાના પ્રચારકો ફેરવીને મનફાવતો પ્રચાર કરે, તે અટકવું જોઇએ. તથા બીજી કોઈ પણ સંસ્થા કે સત્તાને સોંપી શકાય નહીં. તેમજ રાજ્ય સંસ્થાને વચ્ચે હાથ ઘાલવાનો ન્યાયને ધોરણે અધિકાર નથી, તે સ્પષ્ટ કરવું જોઇએ.
શ્રી સંઘના સર્વ સામાન્ય કાર્યોમાં આગેવાન આચાર્યો અને ગૃહસ્થોને અનુસરવાની શિસ્તનું પાલન થાય, તો જ શાસનમાં એકવાક્યતા રહી શકે. દરેક સભ્યને આ ફરજ બરાબર સમજાવવી જોઈએ. શિસ્તનું પાલન ન કરે, તે ગમે તેવો મોટો માણસ હોય, છતાં શ્રી સંઘે તેની પરવા ન કરવી જોઇએ.
દરેક સ્થાનિક સંઘોની મર્યાદામાં આવેલા શ્રાવકની વસ્તિવાળા ગામડા, ધર્મસ્થાનો, તીર્થો, મુનિ મહારાજાઓ કે સાધ્વીજી મહારાજાઓ કે શ્રાવક-શ્રાવિકાઓની ધાર્મિક પ્રતિષ્ઠા, માનમરતબો બરાબર સચવાવા જોઇએ. અને દરેક શાસનની મિલ્કતોનું દરેક રીતે રક્ષણ કરવું જોઇએ. સ્વાશ્રયીપણે બીજાની મદદ વિના રક્ષણ કરી શકાય, તેવી દરેક સંઘે અને વ્યક્તિએ શક્તિ કેળવવી જોઇએ. પૂર્વાપરનો તે રીવાજ જાળવવાથી બધા ઉપરની એક સામટી આફ્તમાંથી સૌ રક્ષણ કરી શકે.
R
વળી, લિખિત શાસ્ત્રોના ગુપ્ત ભંડારો કરાવવા જોઇએ. અથવા શ્રાવકોના ઘરમાં તેવા લિખિત શાસ્ત્રો રખાવવા જોઇએ. જેથી ભવિષ્યમાં કોઈને કોઇના ઘરમાંથી મળી આવે.
ઉપરાંત, શ્રી સંઘે મુનિમહાત્માઓની સંગીન તૈયારી પાછળ સંગીન સાધનોવાળી યોજના યોજવાની જરૂર છે. કેમકે એ વર્ગ તૈયાર હશે, તો જ બુદ્ધિપૂર્વક પ્રજાનું અને શાસનનું રક્ષણ કરી શકશે. આજે એ વર્ગને તૈયાર કરવાને પૂરા સાધનોનો ઉપયોગ થતો નથી. ભૂતકાળમાં શ્રાવકોના ધનનો ઘણો મુખ્ય ભાગ એ વર્ગના અભ્યાસ અને માન પ્રતિષ્ઠા ખાતર ખર્ચાતો હતો. આજે તો શ્રાવકોના ધાર્મિક અભ્યાસ માટે મોટી મોટી રકમો કાઢવામાં આવે છે, તે પણ અંગ્રેજી કેળવણી લેનારાઓને અંગ્રેજી કેળવણી લેવા માટે મદદમાં અપાયાના દાખલા મળશે, અને બહુ તો કૉલેજમાં અર્ધ માગધી ભાષા ભણતા વિદ્યાર્થી-જે વર્ગ પાછળથી પૂજ્ય આગમો ઉપર ચુંથણા ચુંથવાનો છે, અને
૩૪