________________
જોઈએ, કલ્યાણક અને તીર્થ સ્થાનોને કોઈ પણ કાયદાની ચુંગાલમાં આવી જઈ નુકશાન ન થાય, તેને માટે કોઈ પણ ભોગે પ્રયાસો કરવા.
(ગામડાઓ નવા બાંધવા અને ખેતીની સુધારણા માટે નાના ખેતરના મોટા ખેતર કરવાના કાયદામાં વચ્ચે આવતા દેવસ્થાનો કાઢી નાખવાનું કાયદામાં ધોરણ કર્યાનું ખ્યાલમાં આવ્યું છે. તે વખતે કલ્યાણક સ્થાનોનું
શું?).
દુનિયામાં ચાલતી દરેક હીલચાલો ઉપર તેઓની નજર રહેવી જોઈએ. અને ધર્મઘાતક, પુણ્યશોષક, પાપ પ્રચારક વાળા ક્યાંથી ઉઠે છે? તે જાણીને તેનો બુદ્ધિપૂર્વક એવો પ્રતિકાર ગોઠવવો જોઈએ કે જે છેવટે જૈન શાસનને દઝાડી શકે નહીં. mતનો એ અભેદ્ય પવિત્ર કિલ્લો જ્યાં સુધી સુરક્ષિત હશે, ત્યાં સુધી જગતમાં ગમે તેટલી અવળી સવળી ઉથલ પાથલો થાય, પરંતુ પરિણામે એ બધું શાંત થતાં • શ્રી જૈન શાસન હંમેશના નિયમ પ્રમાણે પોતાનું વિશ્વ રક્ષક કાર્ય શરૂ રાખે જ જવાનું છે. પરંતુ તેને કોઈ સળગતી આગની જાળ ન અડી જાય, તેની સંપૂર્ણ ખબરદારી રાખ્યા વિના એ આશા સંપૂર્ણ સફળ ન થાય, એ સ્વાભાવિક છે.
ઉપરથી લાભના જણાતાં છતાં કેટલાક એવા તત્વો હોય છે કે, જે ઘુસી ગયા પછી કાઢવા મુશ્કેલ પડે છે, અને પાછળથી ઝેરી કીડાની માફક વધીને સારાં તત્ત્વોને ય ધક્કો લગાડે છે. કેટલીક રચનાઓ જ એવી હોય છે કે, બહારથી રચનાત્મક જણાય, છતાં પરિણામે ખંડનાત્મક હોય છે. આ બધા વિચિત્ર કોયડાઓ સૂક્ષ્મ વિચારથી પદસ્થ મહાત્માઓ વિચારી શકે, અને શ્રી સંઘને દોરી શકે. શ્રી સકળ ચતુર્વિધ સંઘ
પરસ્પરના અધિકાર પ્રમાણે અને પૂર્વાપરના બંધારણ પ્રમાણે શ્રી સકળ સંઘનું સંગઠન રહેવું જોઈએ. દહેરા, ઉપાશ્રય, તીર્થો, વિગેરે મિલ્કતો ચતુર્વિધ સંઘની ગણાવી જોઈએ અને તેના મુખ્ય ઉત્પાદકો પૂર્વના અને હાલના મુનિ મહારાજાઓ છે. તેથી સર્વ મુનિઓ અને એકંદર સકળ સંઘના મુખ્ય પ્રતિનિધિ તેના મુખ્ય સંચાલક અને પ્રતિનિધિ ગણાવા જોઈએ. સ્થાનિક શ્રાવકોથી જે વસ્તુ સારવી ન શકાય, તે ચતુર્વિધ સંઘને સોંપવી જોઈએ. બનતા સુધી છે કે એક સંધે બીજા સંઘોની સત્તામાં માથું મારવું નહીં જોઈએ. તેમજ