________________
થવા જીવન ઘડાય, તેવી જાતની તૈયારીઓ કરવી. પરંતુ તે સર્વ શાસ્ત્રોક્ત-સંઘ, ગચ્છ, અને શાસનની મર્યાદાને અનુસરીને પદવીઓ મેળવવા મથવું જોઇએ. બીજી રીતે લેવા ન જ મથવું. પદવીઓ મળ્યા બાદ પરમ નમ્રતા-જાણે તે પદવી નથી જ, એવી રીતે વર્તન રાખવાથી પદવીઓ ઓર શોભે એ સ્વાભાવિક છે. વ્યવહારમાં પણ આવા મોટા પદનું બહુમાન અને ભકિત જન સમાજમાં જળવાઇ રહે, અને તેના પ્રત્યે સમુચિત આચાર વ્યવહાર જનસમાજ જાળવતો રહે, તેને માટે યોગ્ય પ્રયાસો ચાલુ રહેવા જોઈએ. જૈન શાસનની ઉજળામણ તાજી ને તાજી રહે એ માટે-બાળજીવોને આકર્ષક થાય તેવા સામૈયા, વરઘોડા, ઉઘાપન, મંદિર તથા પ્રતિમા નિર્માણ, પ્રતિષ્ઠાઓ, મોટી પૂજાઓ, સ્નાત્રો, ઉત્સવો, યાત્રા સંઘો, સાધર્મિક વાત્સલ્યના જમણો, ઉપધાન કિયાઓ વિગેરે કાર્યો ચાલુ રહેવા જોઈએ અને તેમાં શાસન તરફની ભક્તિથી મુનિમહારાજાઓ યથાયોગ્ય સહકાર રસપૂર્વક આપે, તે ઈષ્ટ છે.
સર્વ વ્યવહારક્રિયા ચાલુ રાખવા સાથે આત્મનિરીક્ષણ અને ઉત્તરોત્તર વધતો જતો સ્વવિકાસ ધ્યાનમાં રાખે જ જવો જોઈએ. દીક્ષા લીધી તુરત આખી જંદગીનો સામાન્ય કાર્યક્રમ નિશ્ચિત કરી લેવો જોઈએ. પઠન, પાઠન, વિહાર, શાસ્ત્રજ્ઞાન, યોગોહન, પદવી પ્રાપ્તિ, અને શાસનસેવાનાં કાર્યો, આત્મચિંતન, શાન્તિ વિગેરે કાર્યોમાં અમુક અમુક વર્ષો સુધી કામ કરવું એમ સામાન્યત: નિશ્ચિત કર્યું હોય તો ઠીક. રોજના કાર્યક્રમમાં રોજની ક્રિયાઓ, અભ્યાસ, ગુરુભક્તિ, સમુદાયનું વૈયાવૃત્ય, શાસન સેવાના કાર્યમાં સહકાર, દર્શનશુદ્ધિ-જ્ઞાનશુદ્ધિ-ચારિત્રશુદ્ધિ માટે જાગતી, વ્યાખ્યાન, વિગેરેને લગતો દૈનિક કાર્યક્રમ પણ ચાલુ સંજોગ અનુસાર ગોઠવી રાખેલો હોય તો ઠીક.
પર્વ તિથિઓના-તપશ્ચર્યા, વિશિષ્ટ ક્રિયા, અધિક ચૈત્ય દર્શન, સકળ સંઘ સાથે કરવાના અનુષ્ઠાનોમાં સહકાર વિગેરેને ઉદેશીને અલગ કાર્યક્રમો ગોઠવાયેલા હોવા જોઈએ.
મુનિજીવનમાં જરૂરી ઉપકરણ બનાવી લેવાની કળા અને જ્ઞાન, શીખી લીધેલા હોય તો ઠીક.
વિહાર, વૈયાવૃત્ય, ઉપાધિ જાતે ઉપાડી લેવી, વિગેરે કષ્ટ સાધ્ય પ્રવૃત્તિઓના આરોગ્ય, સેવાભાવના સ્વાશ્રયિત્વ અને પરિણામે નિર્જરા રૂપ હેતુઓ સમજીને તે કરવાથી આનંદદાયક લાગશે. અને તેમાં વધુ વધુ આગળ વધવાનું મન