________________
અપ્રિય ભાષિત્વ, સદાજાગ્રત ભાવ, અનાલિસ્ટ, અંતરન્યારા છતાં મળતાવડાપણું, બ્રહ્મચર્યની રક્ષા માટે આરોગ્યના નિયમો જાળવવા, આરોગ્યના નિયમોનો મુખ્ય આધાર યોગ્ય આહાર ઉપર છે. અને આહાર પાણીનો ઉપયોગ, જૈન આચાર વિચાર અને મુનિ જીવનને અનુસરીને બરાબર કડકપણે પળાય તેવી રીતે, અને આરોગ્ય સાધક થાય તેવી રીતે કરવો, મધ્યાહન અને સાથે આહારકાળમાં અલ્પ અંતર રહેતું હોવાથી, સાયંઆહારમાં બનતા સુધી આટાની બનાવટો ઓચ્છી લેવાનું રાખવું અથવા ન રાખવું, મુનિમહારાજાઓમાં પણ હાલ જે. દાંતના રોગો, મસા, આંખના રોગો, સ્વપ્નદોષ, ફિકાશ, પીળાશ, ચશમાની જરૂરિઆત, ક્ષય વિગેરે કવચિત ક્વચિત્ જોવામાં આવે છે, તે પણ તેથી રહેવા પામશે નહીં.
માત-નિકા-હરનિ રળિ ઉપનિ “આહાર, આરામ અને બ્રહ્મચર્ય એ ત્રણ શરીર મહેલને ટકવાના મુખ્ય થાંભલા છે, અથવા મુખ્ય પ્રાણ છે,” એમ કહીએ તો ચાલે. તેમાં પણ દ્વન્દ સમાસમાં પૂર્વ પદમાં આહાર શબ્દ મૂકેલો હોવાથી “નિદ્રા અને બ્રહ્મચર્યનો આધાર પણ આહાર ઉપર જ છે.” એમ આરોગ્ય શાસ્ત્રકારનું સૂચન જણાય છે. આહાર પોત પોતાના શરીરની પ્રકૃતિ અનુસાર સમ હશે, તો બ્રહ્મચર્ય એક સહેલામાં સહેલી વસ્તુ થશે. અને તેથી જરૂર પૂરતી જ અલ્પ અને સુખપ્રતિબોધા નિદ્રા આપોઆપ થઇ જાય છે. અત્યશન, અધ્યશન, વિષમાશન, અલ્પાશન, અનશન, આટલા તત્વો આહારની વિષમતા જન્ય દોષો ઉત્પન્ન કરે છે. સમાપન સર્વ રોગોના નાશનું અને આરોગ્યનું અમોઘ કારણ છે.
બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, વિહાર, ગુરકળવાસ અને રોજની વખતોવખતની ક્રિયામાં સમ્યગુ વ્યાયામ, આટલા તત્વો શરીરને તથા આત્માને દિવ્ય બનાવવાને પૂરતાં છે. પર્વ દિવસોએ ચૈત્ય પરિપટી વિગેરેના નિયમોથી જગજાહેર જૈન મંદિર સંસ્થાનું જાહેરમાં બહુમાન કરવાથી બાલાજીવો તેમાં દોરાય છે, ગુરભક્તિ, સમુદાયનિષ્ઠા, ઉગ્રવિહાર વિગેરે સાધુ જીવનના પ્રાણ છે. પોતાના મુનિ જીવનમાં “ગણિ-પંન્યાસ, પ્રવર્તક, ઉપાધ્યાય, આચાર્ય વિગેરે પદવી પ્રાપ્ત થાય, તો સારુ” એમ ઇચ્છવું, એવી મહત્ત્વાકાંક્ષા રાખવી, એવી સુંદર જીવનની તૈયારી કરવી, એવી પદવી પ્રાપ્ત થાય, તો પોતાને ભાગ્યશાળી માનવા, અના પુણ્ય રાશિઓ હોય ત્યારે એ પદવી પ્રાપ્ત થાય છે. એ પદવીઓને લાયક
૩૦