________________
૫૮
પૂજાસંગ્રહ સાથે
ચૌદ રાજની ઉપરે કરશે જે અહિઠાણ, તેહભણી સંપૂરણ ચૌદ સુપન મંડાણ ૧૨ ગુણ લક્ષણલક્ષિત અતિ સુંદર આકાર, જિન માતા ચૌદે દેખે સુપન ઉદાર; પણ ચકીમાતા કાંઈક તેજે હીણ, દેખે દેઇ પદધર દોઇવાર ગુણપીણ, ૧૩ કુલકીતિ થંભે કુલદ્ધાર કુલમેર, કુલસુરત પાદપ જેહને નહિ ભવફેર; કુલમંડણદીપક જીપક દુમનકેડી,
ત્રિભુવન જસ ભગતે નમશે પદ કરજેડી. ૧૪ કહે છે કેચૌદ રાજલેકની ઉપર જે સિદ્ધશિલા છે તેના ઉપર સાદિ અનંત ભાગે રહેશે. આ રીતે ચૌદે સ્વપ્નને લેશથી ભાવાર્થ કહ્યો. ૧૨
સર્વ જિનેશ્વરોની માતા આ પ્રકારના ગુણ અને લક્ષણવાળા અતિ સુંદર આકારવાળા ઉદાર ચૌદ સ્વપ્ન જુએ છે. પરંતુ ચક્રવત્તીની માતા આ ચૌદે સ્વપ્ન તેજથી કાંઈક ન્યૂન હોય તેવા જુએ છે. હવે જે તીર્થકર અને ચક્રવર્તી એ બને પદોને ધારણ કરવાના છે તેમની માતા આ ચૌદે સ્વપ્ન ગુણ-લક્ષણ યુક્ત બે વાર જુએ છે. (શ્રી શાંતિનાથ ભગવાન તીર્થકર અને ચક્રવર્તી એમ બન્ને પદવી પામવાના છે તેથી અચિરામાતાએ પણ આ ચૌદ સ્વપ્નને બે વાર જોયાં છે). ૧૩
વિશ્વસેન રાજાના કુળના કીર્તિસ્થંભ, કુલના ઉદ્ધારક, કુળની ટોચ, કુલમાં કલ્પવૃક્ષ, કુલના આભૂષણ, કુલદીપક, કોડે દુશમનને જીતનાર તથા હવે જેમને સંસારમાં ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org