________________
णमोत्थु ण समणस्स भगवओ महावीरस्स
આગમ દ્વારક-સંગ્રહ ૨૫ સાગર-સમાધાન
પ્રશ્નકાર–ચતુર્વિધ શ્રીસંઘ,
[ સમાધાનકાર–આગમ દ્વારક-આચાર્યપ્રવરશ્રી
આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ,
પ્રશ્ન ૧-વર્તમાનકાલે મોક્ષાથી જીવે સાધ્ય કેવું રાખવું ?
સમાધાન-સાગરની મુસાફરીમાં વહાણવટીઓ પિતાને જવા લાયક દેશ હજારો માઈલ દૂર હય, ગરદમ સમુદ્રમાં તેફાન હેય, હથેલી પણ સુઝે નહિં તેવું ઘર અંધારું હોય કે જેથી પૂર્વ-પશ્ચિમ દિશાનું ભાન પણ ન થાય, તે પ્રસંગે હોકાયંત્ર તેની (વહાણવટાની) બધી મુશ્કેલીઓ દૂર કરે છે. બકે તેને જે દિશામાં જવું હોય તે જ દિશામાં હોકાયંત્રની મદદથી જવાય છે. તેવી રીતે સાચા સુખને અથી કહે કે મોક્ષાથી કહે એવા ભાગ્યશાલી જીવોએ પણ (વર્તમાનકાલમાં મેક્ષ ન પામી શકાય તેવા પ્રસંગે અનુભવતા હય, સંસારની અનેકવિધ આધિ-વ્યાધિ અને ઉપાધીઓના ઉંચા પહાડે નજર આગળ તરી રહ્યા હેય છતાં પણ ) જન્મજરામરણદિના દુઃખથી રહિત અવ્યાબાધ સુખની પ્રાપ્તિના અદ્વિતીય સ્થાનરૂપ મેક્ષના (મારે મેક્ષ થાય. મારે મેક્ષ થાય.) સાધ્યરૂપ સીધે કાંટો પણ હૃદયરૂપ યંત્રમાંથી ખસે જ નહિં