________________
(૩૧), સમાધાન-સમ્યકત્વ પામતાં મોક્ષનું બીજ વાવી શકાય છે. પ્રશ્ન –સત્તર પાપસ્થાનક છેડે છતાં શું સમ્યકત્વ નહીં ?
સમાધાન- ના, સત્તર પાપસ્થાનક છેડવાનું ફળ શું છે ? છોડવાથી મળે છે શું? મેળવવા લાયક છે શું? વિગેરે વિચાર આવી શકે નહિ ત્યાં સુધી સમ્યકત્વ હોતું નથી. જેમ સાગરમાં રહેલી સ્ટીમર, ઝાઝ વિગેરેમાં રહેલું “હેકાયંત્ર” તેની સેય-કટે જ્યારે તૂટી જાય ત્યારે સ્ટીમર સાગરમાં ઝોલા ખાતી અથડાય અને ભાંગીને ભૂકે થાય, તેવી રીતે મિથ્યાત્વશલ્ય નાશ પામીને સમ્યકત્ર થયા વગર સંસારસમુદ્રમાં આ આત્મારૂપ સ્ટીમરનું ઠેકાણું પડતું નથી.
પ્રશ્ન ૭૦––સત્તર પાપસ્થાનક છોડનારાઓને સંસાર કેટલો બાકી રહે?
સમાધાન–તેનો નિયમ નથી, કારણ કે અભવ્ય જીવ અનંતી વખત સત્તર વાપસ્થાનક છોડે છે, પણ અઢારમું પાપસ્થાનક છોડ્યા વગર ચાર ગતિના ચક્કરમાં ભ્રમણ કરે જ છે.
પ્રશ્ન ૭૧–સમકિત પામતી વખતને આનંદ શું કથ્ય છે?
સમાધાન-ના, કારણ કે સમકિતને આનંદ કેવલજ્ઞાનીથી પણ વર્ણવી શકાતું નથી.
પ્રશ્ન ૭૨– ગજ પાખ રખર નવિ વહે,' એટલે શું?
સમાધાન–અન્યમતમાં ઉત્પન્ન થયેલા વૈષ્ણને કંદમૂળ છોડવાનું કહે છે તે છોડી શકે નહીં, અને તેને તે ઘણું જ કઠણ લાગે તેવી રીતે જૈનકુળમાં સંસ્કારી થએલા જેને તે કઠણ લાગતું નથી, અર્થાત્ જૈનકુળના સંસ્કાર સાથે જેને શ્રદ્ધા હોય છે તેઓને સાધુપણામાં મુશ્કેલી જણાતી નથી. વસ્તુતઃ “ખર” તે જ સમજવા કે જેઓ અન્યકુળના અન્ય આચારોથી સંસ્કારીત હોય અથવા જૈનકુળમાં દુષ્ટવ્યસનોથી ઘેરાયેલા હોય