________________
(૧૬૯)
છે. નામ બદલાઈ જાય છે, એટલું જ નહિ પણ ખરા બાપને ત્યાં લાખની મિલકત હોય અને પોતે જે ગૃહસ્થને ત્યાં દત્તક ગયે હોય ત્યાં કદાચ દરિદ્રતા આવી હોય, તે પણ દરિદ્રતા સહન કરવી પડે છે અને તેને પિતાની મિલ્કતમાં કાંઈ જ હક્ક પહોંચતું નથી. આ રીતે અસહ્ય નુકશાન થાય છે, એ ભોગવવું પડે છે સગીરને, પણ ઈચ્છા તેમાંએ વાલીની જ. હવે સાધુપણાની વાત કરે. પાપનો પ્રતિકાર કરવાને હક્ક દરેકને છે. જે માણસ ચોરી, લૂંટ, ધાડથી પિતાને બચાવ ન કરી શકે, તે માણસ બીજાને બચાવ ન જ કરી શકે, જીવ દુઃખ કયારે ભગવે છે? સમય આવે ત્યારે બાળકને સુખ-દુઃખના જ્ઞાનની પૂરી સમજ નથી છતાં એની અસર તેના ઉપર થએલી સ્પષ્ટ દેખાય છે. એને કઈ ટાંકણી ઘાંચે તે એ રડે છે. શાંતિમાં હોય તે રમે છે. આ ઉપરથી એક વાત એ સાબીત થાય છે કે બાલક સુખ–દુઃખનો હલે સમજી ન શકતા હોય તે પણ તે દુઃખની અસર પામી રડે છે. એ રડવા રડવામાંય ફેર છે. ટાંકણી ઘેચાય ત્યારે, ભૂખ લાગે ત્યારે, કઈ ચીજ ન મળે ત્યારે કે મંકેડે કરડે ત્યારે બાલક રડે છે; પણ એ દરેક રડવામાં ફેર છે એટલે જ સાબીત થાય છે કે બાલકમાં પણ તીવ્ર–મંદદુઃખની લાગણી છે અને તે જન્મથી જ બેઠેલી છે. પછી ભલે તે બાલક એ સુખ-દુ:ખના ફાયદા ગેરફાયદા ન સમજતા હોય, કેણે દુ:ખ ઉત્પન્ન કર્યું, તે ભલે એ બાલક ન જાણતો હેય. તે પણ તેને દુઃખની અસર જન્મથીજ થાય છે; અને દુઃખને હલ્લે પણ જન્મથીજ છે. હવે દુઃખ શાથી આવે છે જે તમે આસ્તિક હે તે તે કબુલ કરવું જ પડશે કે જન્મતાં વાર બાલકને જે દુઃખ આવે છે તે પૂર્વ જન્મના કર્મના કારણે આવે છે અથત પાપથી દુઃખ પરિણમે છે. ભલે બાલક કારણ ન જાણતા હોય તે પણ તેને દુઃખ આવે છે તે કર્મના કારણથી જ તે એ હલ્લાને રેકો કે દૂર કરો અને તે કયે સમયે?
સભામાંથી હરકોઈ સમયે.