________________
(૨૯)
ભાવાર્થને આગળ કરીને મૈથુન સિવાય કશી પણ જ્ઞાનાદિક કે હિંસાદિક વસ્તુ ભગવાને કરવી કહી નથી કે નિષેધી પણ નથી એમ કહેવાય છે તે ખરૂં ?
સમાધાન–મૈથુનની માફક જ હિંસા, જુઈ, ચોરી, પરિગ્રહને પણ જિનેશ્વર દેએ નિષેધ કરે જ છે, માત્ર અકથ્ય એવા હિંસાદિકને સર્વથા આચરવાની આજ્ઞા કરી નથી, તેમજ જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરેના આલંબન માટે તેને સર્વથા નિષેધ પણ કર્યો નથી, અર્થાત સંયમનું લક્ષ્ય રાખી માયારહિત થઈ પ્રવર્તવું એવો આ ગાથાને ભાવાર્થ છે, એટલે કે દ્રવ્ય–ભાવ આસો રોકાય ને જ્ઞાનાદિકની વૃદ્ધિ થાય તેમ પ્રવર્તવું એ જણાવનારી આ ગાથા છે. અને તે આસવનું રોકાણ ને જ્ઞાનાદિકનું વધવું મૈથુનથી કદી પણ થતું ન હોવાથી તે સર્વથા નિષેધ્યું છે.
પ્રશ્ન ૬૪૪–કેટલાકે કહે છે કે-મથુનમાં સ્યાદ્વાદ નથી ત્યારે કેટલાક તેમાં પણ સ્યાદાદ માને છે. આમાં તત્ત્વ શું ?"
સમાધાન–મિથુનના વિષયમાં સ્યાદ્વાદ નથી જ એટલે કે જિનેશ્વરમહારાજે કઇ પણ પ્રકારે તેને આચરવાની છૂટ આપી નથી. તરવ એ છે કે હિંસાદિકનું આચરવું જ જ્ઞાનાદિક આલંબને થયું હોય તે તેમાં પ્રાયશ્ચિત્ત લેવું પડતું નથી પણ મૈથુનની પ્રવૃત્તિ તે કઈ પણ સંજોગે થઈ હોય તે તેની શુદ્ધિ કરવી જ પડે છે. એટલે પ્રાયશ્ચિત્ત કરવું જ પડે છે, એટલે પ્રાયશ્ચિત્ત કરવું પડે ને ન કરવું પડે એ પુરતું જ સ્યાદ્વાદ નથી અને છે એમ સમજવું, એટલે હિંસાદિકના દેષની શુદ્ધિ જ્ઞાનાદિકની વૃદ્ધિના પરિણામથી થઈ શકે પણ મિથુનના દેષની શુદ્ધિ જ્ઞાનાદિકના પરિણામથી થતી નથી પણ પ્રાયશ્ચિત્ત આચરવાથી જ તેની શુદ્ધિ થાય છે એ તવ છે અને આ જ કારણથી સંસારના જેટલા કારણે તેટલાં મેક્ષના કારણે કહેવાય છે.