________________
(૨૮૭) સમાધાન–ભક્તામર સ્તોત્ર કરતાં કલ્યાણુમંદિર સ્તંત્ર પ્રાચીન છે એ વાત સર્વમાન્ય છે. કલ્યાણમંદિરનાં કાવ્ય ૪૪ છે તેમાં કેને મતભેદ નથી, તે તે કલ્યાણમંદિરના અનુકરણથી પાછળથી કરાયેલા ભક્તામર સ્તોત્રમાં પણ ચુંમાલીશ કાવ્ય હેય એ વધારે સંભવિત છે. જેઓ ૪૮ કાવ્ય માને છે તેઓ પણ ૨૮ મામાં અશોકવૃક્ષ, ૨૯ મામાં સિંહાસન, ૩૦ મામાં ચામર તથા ૩૧ મામાં છત્ર માનીને ૩૨ મામાં કમલેનું સ્થાપવું માને છે; અર્થાત જો પ્રાતિહાર્ય લેવા હેત તે ર૭મા કાવ્યમાં અશોકવૃક્ષનું વર્ણન કર્યા પછી સુરપુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ નામના પ્રાતિહાર્યનું વર્ણન જતું કરત નહિ, ચામરના પ્રાતિહાર્યનું વર્ણન કરવા પહેલાં સિંહાસન પ્રાતિહાર્યાનું વર્ણન કરત નહિ, તેમજ સિંહાસન અને ચામરનું વર્ણન કર્યા પછી ભામંડલ અને દુંદુભિનાં પ્રાતિહાર્યોને છોડીને છત્ર નામનું પ્રાતિહાય કે જે છેલ્લા પ્રાતિહાર્ય તરીકે છે તેનું વર્ણન કરત નહિ એટલું જ નહિ પણ દેશના દેવા પધારતી વખતે શ્રી જિનેશ્વરદેવના ચરણકમલની નીચે દેવતાઓ જે પદ્રની સ્થાપના કરે છે તેનું વર્ણન તે પ્રાતિહાર્ય ન હઈ પ્રાતિહાર્યને વિભાગમાં કરત નહિ કેમકે પ્રાતિહાર્યની સંખ્યા તથા ક્રમ આ પ્રમાણે છે –
जशोकवृक्षः सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासन च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥१॥
આથી સ્પષ્ટતયા સમજી શકાશે કે ભક્તામરમાં કરવામાં આવેલું વર્ણન નથી તે પ્રાતિહાર્ય માત્રનું તેમજ પ્રાતિહાર્યોનું વર્ણન તેના કમવાળું નથી, માટે શ્રીમાનતુંગરિજીએ આઠ પ્રાતિહાર્યોનું વર્ણન કરવા માગ્યું હતું અને ચાર પ્રાતિહાર્યોનું જ વર્ણન ચાલુ સ્તોત્રમાં દેખાય છે, માટે બાકીના ચાર પ્રાતિહાર્યોના વર્ણનનાં ચાર કાવ્યો લુપ્ત થયાં છે કે કોઈકે ભંડારી દીધાં છે એમ માનવું અસ્થાને છે. પ્રથમ તે, આઠ પ્રાતિહાર્યોના વર્ણનમાં ચારનું રહે અને બાકીનાનું વર્ણન