________________
(૨૮૬)
પ્રશ્ન ૭૩૬– ઊંટડીના દૂધને વિગઈમાં ભેદ છે તે તેને અભક્ષ્ય કહેનારા આજે ‘અભક્ષ્ય જેવું છે એમ કહે છે તે બરોબર છે?
સમાધાન-દૂધના પાંચે ભેદ ભક્ય છે પણ અશક્ય નથી એમ પચ્ચખાણુભાષ્ય, પંચવસ્તુ, આવશ્યક વિગેરેથી સ્પષ્ટ થાય છે અને ઊંટડીનું દૂધ વધારે કાલ સારૂં ન રહેવાથી નિવીયાતાના અધિકારમાં શ્રાવકને માટે અયોગ્ય ગણાવ્યું છે, પણ તેટલા માત્રથી સર્વથા ઊંટડીના દૂધને અભક્ષ્ય માનનારાની માન્યતા વ્યાજબી નથી.
વધુ માટે જુઓ શ્રી સિદ્ધચક્ર વર્ષ બીજુ, પા. ૫૦૧, ૫૦૪, ૫૭૫,
પ્રશ્ન ૭૩૭– ભગવાન શ્રી મહાવીરદેવ, સંસારમાં બે વર્ષ ઝાઝેર રહ્યા તે કેહવશાત રહ્યા કે ભાવિભાવને જાણીને રહ્યા હતા ?
સમાધાન ભગવાન શ્રી મહાવીરદેવની, પિતાના માતપિતાની અનુકંપા (ભક્તિ)ને લીધે તેઓનાં જીવતાં સુધી દીક્ષા નહિ લેવાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી. પોતે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે શ્રીનંદિવર્દન આદિ સ્વજનોએ કરેલી બે વર્ષ રહેવાની વિનતિ સ્વીકારતાં, પિતાને દીક્ષાકાળ બે વર્ષ પછી છે એમ અવધિજ્ઞાનથી જાણેલું હતું એ ખરૂં પણ તેઓનું કંઈક અધિક બે વર્ષ ઘરમાં રહેવું થયું તે મેહના ઉદય સિવાય તે નથી જ. ભાવિભાવને જાણીને’ એમ કહેવાથી મોહને ઉદય ન હતું એમ તે કહેવાય જ નહિ. નાશ થઈ શકે એ પણ મોહને ઉદય ભગવાન મહાવીરને તે વખતે હતો એમ શાસ્ત્રકારો સ્પષ્ટ જણાવે છે.
પ્રશ્ન ૭૩૮–ભક્તામર સ્તોત્રમાં ૪૮ કાવ્યો હોવાનું કેટલાકે જણાવે છે જ્યારે કેટલાક જણાવે છે કે અસલથી જ ૪૪ કાવ્યો છે, તે તે બેમાં શું માનવું?