________________
(૨૯૧ )
જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણથી શાભતા એવા સાધુઓને ખધા સમુદાય તે સંધ કહેવાય. એના કારણમાં જણાવે છે કે સધ શબ્દના અર્થ સમૂહ' થાય છે અને સાધુએજ ગુણુના સમૂહ એટલે સધરૂપ છે. વળી એ વાત પણ સ્પષ્ટપણે જણાવે છે કે એક આચાયની પરંપરાવાળા સાધુઓને સમુદાય તે કુલ અને કુલનેા સમુદાય તે ગણુ અને ગણુના સમુદાય તે શ્રી સંધ કહેવાય: અર્થાત્ ચાંદ્રાદિ કલા અને ક્રાટિકાદિ ગણાના સમુદાયને સંધ તરીકે જણાવી શ્રી સાંધના અવયવ તરીકે સાધુએ છે અને તેના વિરોધી સધનાં પ્રત્યેનીક છે એમ સ્પષ્ટ કરે છે: એટલે શ્રાવકને પરિવાર રૂપે જણાવવામાં અડચણ નથી,
પ્રશ્ન ૭૪૫—ત્રિલોકનાથ-શ્રી તીથ કર મહારાજના ભવમાં તેઓશ્રીએ જે જે કર્યું" હોય તે માત્ર અનુમોદનીય જ છે પણ અનુકરણીય નથી જ એમ કાઈક સાપ્તાહિકની સત્તાવાળા ભગવાનના તદ્ભવમાં થએલા અભિગ્રહના અનુકરણના નિષેધ માટે જણાવે છે તે વ્યાજબી છે ?
સમાધાન—આ શ્રી સિદ્ધચક્રના ઘણા અકામાં શ્રી અષ્ટકજી આદિ શાઓથી સાબિત કરવામાં આવ્યું છે કે ભગવાન શ્રી જિનેશ્વરમહારાજનું મેાક્ષસાધનાનું કતવ્ય અત્યંત શ્રેષ્ઠ હોવાથી અનુમાદનીય હોવા સાથે અનુકરણીય છે એમ છતાં જેએ પોતાથી ખેલાયેલા શાસ્ત્રવિરોધી વાક્યો અને વક્તવ્યેાને સુધારવાની કે સમાધાન આપવાની દાનત ધરાવે નહિ, પણ માત્ર પોતાનું એાલાયેલ જ વારંવાર ખેલ્યા કરે તથા છાપ્યા કરે તેના ઉપાય કરવા અશક્ય નહિ તે દુઃશક્ય તેા છે. સમજવાની ઈચ્છાવાળાને માટે તે, જો તે સર્વ શાસ્ત્રામાં મૂળ આધારભૂત અંગા અને તેમાં પણ મૂળભૂત શ્રી આચારાંગસૂત્રનું અવલોકન કરે તે સ્થાને સ્થાને લખાયેલું સ્પષ્ટતયા નજરે તરે (જોવાય) ૐ શ્રી મહાવીરમહારાજે મેક્ષ મેળવવા માટે જે રીતે આચાર પાળ્યા છે તેવી રીતે બીજા સાધુએએ પશુ પાળવાને છે. અંતમાં, દરેક તીર્થંકર ભગવાન, શ્રી