________________
(૨૩) પ્રશ્ન ૭૪૬–અધિકારીનું લક્ષણ શું?
સમાધાન–ઈચ્છાવાળો, પ્રસ્તુતને અંગે સામર્થ્યવાન તથા જેને માટે શાસ્ત્રકારોએ નિષેધ ન કર્યો હોય તે અધિકારી અને અધિકારીને અનધિકારી કહેનાર તે કુટિલ ગણાય.
પ્રશ્ન હ૪૭–ન ટળી શકે તેવી અવિધિવાળી ક્રિયા હેય તે પણ છોડવી જ જોઈએ ને?
સમાધાન–અવિધિએ થાય તેના કરતાં ન થાય તે સારું એ ઉત્સુત્રભાષા; પણ વિધિની જરૂર દરેક ધર્મકાર્યમાં છે, માટે તેનું લક્ષ્ય રાખી અવિધિ ટાળવી' એ શાસ્ત્રવાક્ય છે.
પ્રશ્ન ૭૪૮-વર્તમાનકાલમાં અપવાદમાર્ગ નથી જ, ઉત્સર્ગ માર્ગજ છે એ કથન શું સાચું છે ?
સમાધાન–શ્રી જૈનશાસનમાં “ઉત્સર્ગ' એ માર્ગ છે, તેવી જ રીતે અપવાદ' એ પણ માર્ગજ છે છતાં તેને અસંવિધાન કહે તે શાસ્ત્રોને સમજે કેમ? સ્થવિરકલ્પ તેમાં દુષમકાલ છતાં, “આ કાલમાં અપવાદ સેવાજ નથી' એમ કહેનાર, દેખાડવાના તથા ચાવવાના જુદા દાંતવાળા ગણાય.
પ્રશ્ન ૭૪૯–શાસ્ત્ર અને આજ્ઞાને પિકારનાર સારા ખરા ને ?
સમાધાન–પિતાની કે પિતાના વડીલની શાસ્ત્રવિરુદ્ધ તથા હઠવાળી વાચાને પિષનાર થઇને, લેકમાં શાસ્ત્ર તથા આજ્ઞાનુસારી૫ણુની છાપ મરાવા જનાર, “માતા” પક્ષીને ભૂલાવનાર ગણાય.
પ્રશ્ન ૭૫૦–સમ્યકત્વની પ્રાપ્તિ કે આજ્ઞાની સંપૂર્ણ પ્રતીતિ સિવાય ધર્મ નહિ?
સમાધાન - દુર્ગતિમાં પડતા જીવને બચાવે એ ધર્મ એ વ્યાખ્યા અધૂરી છે એમ કહી આજ્ઞાભંગવાળી ક્રિયા પણ દુર્ગતિથી