________________
(૨૯૦)
વાયુની વિરાધના શ્રી દશાની ચૂણિને ગશાસ્ત્રની વૃત્તિ આદિથી તે સ્પષ્ટ જણાય છે. જે ભાષાવર્ગણાથી વાયુની વિરાધના ગણીએ તે મુખે વાગે રાખવું નકામુંજ ગણાય, કારણ કે ભાષાવર્ગણ તે ૩, ૪, ૫, સમયમાં સમગ્ર લેકમાં વ્યાપે છે.
પ્રશ્ન ૭૪૩–પ્રસન્નચંદ્ર-રાજર્ષિએ સાતમી નરક યોગ્ય કર્મલિક બાંધ્યા તે સમયે તેમને અનન્તાનુબંધીને ઉદય, અને ભાવચારિત્રને સર્વથા નાશ થયા હતા, તેવી બાબત કેઈ શાસ્ત્રમાં છે? અથવા અનનાનુબંધીને ઉદય હતો પણ તે અન્તાનુબંધી સંજવલનના ભેદરૂપે હતે અને તેથી ભાવચારિત્ર વિદ્યમાન હતું તેવા અક્ષરે કઈ થમાં છે?
સમાધાન–અનન્તાનુબંધી આદિ ચાર ચાર ભેદા કરવા એમ શ્રી યોગશાસ્ત્ર ને લેકપ્રકાશાદિથી જણાય છે પણ શ્રી પ્રસન્નચંદ્રને તે લાગુ હતા કે કેમ તેને સ્પષ્ટ ખુલાસે ધ્યાનમાં નથી. ભાવચારિત્રને નાશ, તે પરિણામે માનવામાં અડચણ નથી.
પ્રશ્ન ૭૪૪–શ્રી ચતુર્વિધ-સંધને, શ્રી ભગવતીજી, શ્રી સ્થાનાંગાદિસત્રમાં શ્રી સંધના ચાર ભેદ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂ૫ ગણાવ્યા છે તેમાં શ્રી નન્દીસુત્રાદિમાં શ્રી સંઘને મેરુ આદિની ઉપમા આપતાં શ્રાવક-શ્રાવિકાને મયુર અને ભ્રમરાદરૂપે અને શ્રી સાધુસમુદાયને શિલાસમુચ્ચય તથા સહસ્ત્રપત્રાદિરૂપે જણાવેલ હેવાથી શ્રાવક-શ્રાવિકા સાધુના સેવકરૂપે અને સાધુઓને શ્રી સંધના અવયવ તરીકે ગણ્યા છે તેને અંગે સાધુના સમુદાયને જ શ્રી સંધરૂપે સ્પષ્ટપણે કઈ પણ સ્થાને કહ્યો છે ?
સમાધાન-નવાંગી ટીકાકાર ભગવાન અભયદેવસૂરિજી મહારાજ શ્રી સ્થાનાંગ અને શ્રી ભગવતીછસૂત્રની ટીકામાં સમૂહના પ્રત્યેનકેને જણાવતાં શ્રી સંધના પ્રત્યેનીક સંબંધી વ્યાખ્યા કરતાં સ્પષ્ટ જણાવે છે કે
संघोऽपि नाणदंसणचरणगुण-विहूसियाण समणाण । समुदाओ पुण संघो गुणसमुदाओत्ति काऊण ॥१॥