________________
(૨૮૪)
સમાધાન–જૈનશાસ્ત્રોમાં એક જ વસ્તુને કહેનારા પર્યાયે જ્યાં આપવામાં આવે છે ત્યાં એકાર્થિક,” “અનર્થાન્તર.” પર્યાય' કે નામધેય” વિગેરે શબ્દો એક જ અભિધેયને વ્યક્ત કરે છે, પણ શ્રી ભગવતીજી સવના તમારા જણાવેલા ૬૬૪ (૬૫)માં સૂત્રમાં “એકાર્થિક, અનર્થાન્તર, પર્યાય કે નામધેય' તરીકે નામે નહિ જણાવતાં અભિવચન તરીકે તે નામો જણાવેલાં છે, તેથી તે અભિવચને એક જ વસ્તુને કહેનાર હેય એમ કહી શકાય નહિ. શ્રી આવશ્યકનિયુક્તિમાં જેમ આકાશને ક્ષેત્ર તરીકે જણાવી પાછળથી વ્યંજનપર્યાય માત્રની સરખાવટ લઈને ઈશ્નક્ષેત્ર અને શાલિક્ષેત્રાદિકના કરણોને ક્ષેત્રકરણ તરીકે જણાવ્યાં છે, તેમ અહિં પણ “અભિવચન' શબ્દ સર્વથા એક અર્થને કહેવાવાળા એકાર્થિક કરતાં અન્ય પ્રકારે એકાર્ષિક કહેવાને માટે જ પ્રવર્તાવેલ છે કેમકે ઈક્ષક્ષેત્રાદિનું કરણ વાસ્તવિક રીતે દ્રવ્ય-કરણ બને છે પણ ક્ષેત્ર(આકાશ) કરણ બનતું નથી. અને તેથી જ ત્યાં વ્યંજનપર્યાયને પ્રાપ્ત એટલે માત્ર શબ્દોની જ સરખાવટ લીધી છે, તેવી રીતે અહિં પણ અભિવચનશબ્દ શબ્દોની જ સરખાવટને માટે માત્ર લેવામાં આવે તે અડચણ જણાતી નથી. વળી વ્યાકરણના નિયમ પ્રમાણે બે પદથી બનેલા શબ્દમાં પહેલા અને પછીના પદને લેપ તે ‘સુવા' એ સૂત્રથી થાય છે અને તેથી ધર્માસ્તિકાય” એ નામ ધર્મ અને “અસ્તિકાય એ બે પદથી બનેલું હોઈ આગલના “અસ્તિકાય' પદને લોપ થાય ત્યારે માત્ર ધર્મ પદ રહે અને તેથી જ સૂત્રકાર મહારાજે પણ ધર્માસ્તિકાયના અભિવચનમાં પહેલું “ધને ૬ વા' એમ કહી ધર્મ' શબ્દને જ અભિવચન તરીકે જણાવ્યું છે એને તે ધર્મ' શબ્દના પર્યાય (એકાર્ષિક) તરીકે પ્રાણાતિપાત વિરમણદિક ઈસમિતિ આદિકને લેવામાં કોઈ જાતની અડચણ દેખાતી નથી. ધ્યાન રાખવું કે અધર્માસ્તિકાયના અભિવચનમાં પણ પહેલાં “વા' એમ કહ્યું છે અને તેથી પ્રાણાતિપાત વિગેરે અને ઈસમિતિને અભાવ વિગેરે, અધર્મનાં અભિવચને તરીકે જણાવ્યાં છે.