________________
(૨૮૨)
પ્રશ્ન ૭૨૮-સ્ટીમર સમુદ્ર કિનારે ઉભેલી હોય તે સાધુથી તે સ્ટીમર, તેના પર ચઢીને જેવા જવાય? શ્રાવક જાય તે તેને અતિચાર લાગે ખરો?
સમાધાન–સાધુને કઈ પણ બાહ્ય પદાર્થના રૂપે દેખવા જવું એ કલ્પતું જ નથી તે પછી જલમાં રહેલી સ્ટીમરને જોવા જવી એ તે કલ્પ જ શાનું? કઈપણ પ્રકારના વાહનમાં ચઢવાની સાધુને મનાઈ છે. ચક્રાવો ખાવા છતાં પણ ઉતરી ન શકાય તેજ નદીમાં પણ ક્ષેત્રાંતરે થતે સંયમ નિર્વહી અને ધર્મને ઉઘાત ધ્યાનમાં રાખીનેજ, નાવ વિગેરેમાં બેસવાનું હોય છે. શ્રાવકને પણ તેવી રીતે જોવા જવું તે અનર્થદંડ રૂ૫જ છે.
પ્રશ્ન ૭૨૯–ગઈ દીવાળીમાં કેટલાકે તેરશ તથા ચૌદશને છઠ્ઠ કર્યો તથા કેટલાકે ચૌદશ તથા અમાસને છઠ્ઠ કર્યો તે તાત્પર્ય શું ?
સમાધાન–ગઈ દીવાળી લેકેએ ચૌદશની જ કરેલી છે. દીવાળીનું પર્વ લેક કરે તેને અનુસારેજ કરવું એમ
'श्रीवीरशाननिर्वाण कार्य लोकानुगैरपि'
એ વચનને અનુસાર, દીવાળીનું પર્વ લેકને અનુસરીને થાય છે અર્થાત બીજા તીર્થકરોનાં સર્વ કલ્યાણુકે તથ ભગવાન મહાવીરનાં બીજા કલ્યાણકે નક્ષત્રને અનુસારે થતાં નથી પરંતુ કેવળ તિથિને ઉદ્દેશીને જ થાય છે, છતાં ભગવાન શ્રી મહાવીરદેવનું નિવકલ્યાણક અમાસ (તિથિ) ને કે નક્ષત્રને પણ ઉદ્દેશીને નહિ કરતાં લેકે જે તિથિએ દીવાળી કરે છે તે તિથિએ દીવાળી કરવી અને દીવાળીને દિવસે છઠ્ઠને બીજો ઉપવાસ અને નિર્વાણ કલ્યાણક વખતે છ તથા સેલ પહેરના પૌષધની સંપૂર્ણતાને વખત આવવાં જોઈએ, કેમકે તે છઠ્ઠ અને સેલપહેરી પૌષધ શ્રી મહાવીરદેવના નિર્વાણ કલ્યાણકને જ ઉશીને છે, માટે લેને અનુસરીને તેરશ ચૌદશે–દીવાળી કરી છઠ્ઠ થયા તે વ્યાજબી છે.