________________
(૨૮૩) પ્રશ્ન ૭૩૦–સાધુથી વાસથી જ્ઞાનની પૂજા કરાય કે કેમ?
સમાધાન-વાસથી જ્ઞાનનું પૂજન કરવું તે દ્રવ્ય-પૂજા છે અને તેથી સેનપ્રશ્નમાં પૌષધવાળાને અંગે કલ્પસૂત્ર સંબંધી વાસની પૂજાને નિષેધ કરે છે પણ શ્રીવિજયલક્ષ્મીસુરિજીએ જ્ઞાનપંચમીના દેવવંદનમાં વાસની પૂજાને નિરવઘ ગણું સામાયિક-પૌષધવાળાને વાસથી પુસ્તકનું પૂજન કરવાની સૂચના કરી છે, માટે વાસથી પુસ્તકનું પૂજન કરનારા સાધુ અને પૌષધવાળાઓને જેમ ઉલ્લાસ થાય અને એગ્ય લાગે તેમ કરે, તેમાં ચર્ચા કરવાનું કારણ જણાતું નથી.
પ્રશ્ન ૭૩–બીજ, પંચમી, અષ્ટમી, એકાદશી તથા ચૌદશનાં ચૈત્યવંદને, સ્તવને, થેયે દેરાસરછમાં ચૈત્યવંદન કરતાં પ્રભુજી સન્મુખ કહેવાય કે નહિ ?
સમાધાન-સર્વ પર્વની આરાધના શ્રી ત્રિલેકનાથ તીર્થકરના ઉપદેશથી જાણવામાં આવી છે અને તે પર્વની આરાધના કરનાર મનુષ્ય ત્રિજગતપુજ્ય શ્રી તીર્થકરને ઉપકાર માની અનુવાદ રૂપે તે તે તિથિઓના
સ્તવને વિગેરે ચૈત્યવંદન કરતાં દહેરામાં કહે તેમાં આશાતના કે અનુચિતતા નથી. કેટલાંક તિથિનાં સ્તવનોમાં ભવ્યને ઉપદેશરૂપે અને પર્વના મહિમારૂપે અધિકારે આવે છે, પણ અનુવાદરૂપે તે સ્તવને આદિ કહેવામાં કોઈ જાતની અડચણ જણાતી નથી.
પ્રશ્ન ૭૩૨–શ્રી ભગવતીસૂત્ર (શ. ૨૦, ઉ૦ ૨-)માં ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયનાં અભિવીને આપેલાં છે, તે અહિં અભિવચનથી શું સમજવું? ટીકાકાર શ્રી અભયદેવસૂરિ એને અર્થ પર્યાય કરે છે તે એ હકીકત કેવી રીતે સંગત થાય ? શું પ્રાણાતિપાત વિરમણદિને ધર્માસ્તિકાયના પર્યાયરૂપે ગણાવાય ? અને જો ગણાવાય છે તે ક્યા નયના આધારે ? અને તેમ થતાં ધર્માસ્તિકાયના સ્વરૂપમાં ભિન્નતા આવે તેનું શું?