________________
(૨૩૨)
પ્રશ્ન ૬૪૯–શ્વિ' શબ્દને અર્થ સાધવું મેળવવું એવો “તાધાનં રષિએવી વ્યુત્પત્તિ કરીને જેમ સમજાવાય છે તેમ સાંધ એટલે તડ (રેખા) એ અર્થને જણાવવાવાળો સંધિ શબ્દ હોય કે નહિ? અને હેય તે તેના દ્રવ્ય-ભાવ ભેદ કેવી રીતે સમજવા?
સમાધાન–પ્રસિદ્ધ વ્યાકરણ આદિને આશ્રીને પ્રસિદ્ધિથી સાંધવું એ અર્થ થાય છે પણ ભાષાની ઉત્પત્તિ પ્રથમ હોય છે અને તેને આધારે જ વ્યાકરણની ઉત્પત્તિ હોય છે એ દઢ-નિયમને અનુસરીને સંધી શબ્દનો અર્થ છિદ્ર એવો કરવામાં અડચણ નથી, અને તેથી જ શીલાંકાચાર્ય મહારાજે સંધિશબ્દ-વ્યાખ્યા કરતાં ભીંતાદિના છિદ્રને દ્રવ્ય-સંધિ તરીકે અને કર્મના વિચ્છેદને ભાવ-સંધિ તરીકે જણાવી
સ્પષ્ટ જણાવ્યું છે કે કેદમાં પડેલાને ભીંત કે બેડી તૂટવાની રીતિ કે છિદ્ર માલમ પડે તે કઈ પણ બુદ્ધિશાળી પ્રમાદ કરે નહિ તેવી રીતે મેક્ષાર્થીએ કર્મના ક્ષપશમરૂપ સંધિ પામીને પુત્ર, સ્ત્રી કે સંસારના સુખને મોહ કરે તે કલ્યાણકારી નથી.
પ્રશ્ન ૬૫૦–લજજા, ભય કે મેટાઈને લીધે જે આધાકમી આદિ દોષને ત્યાગ કરે અને પડિલેહણ આદિ ક્રિયા કરે તેમાં મુનિપણું માની શકાય ખરું?
સમાધાન-નિશ્ચયનયની અપેક્ષાએ આત્મકલ્યાણની દૃષ્ટિએ છાંડવાલાયક વ્યાપારનો ત્યાગ કરવો અને આદરવા લાયક વસ્તુઓ આદરવી તે જ મુનપણું છે, પણ વ્યવહારનયની અપેક્ષાએ મેક્ષને અથ તત્વની શ્રદ્ધાવાળો અને પંચમહાવ્રતધારી કઈ પણ છવ તે મેક્ષમાર્ગમાં પ્રમાદી થતે બીજા સરખા સાધુની લાજથી, આચાર્યાદિઆરાધ્યપુરૂષના ભયથી કે મોટાઈને અંગે આધાકમદિને છોડ પડિલેહણાદિક ક્રિયા કરે અથવા તે તીર્થની ઉન્નતિ માટે માસખમણ આતાપના વિગેરે લોકોમાં જાહેરાતવાળી ક્રિયા કરે તેમાં તેનું મુનપણું