________________
(૨૪૨)
જાણવી અને તેથી જ નિર્યુક્તિકાર મહારાજે સમ્યગ્દષ્ટિશબ્દને સ્થાને સમ્યકત્વની ઉત્પત્તિ કહેલી છે.
પ્રશ્ન ૬૬૩–સમ્યગદર્શનની ઉત્પત્તિને અંગે જેમ ધર્મપૃચ્છનાના વિચારવાળા છ વિગેરે ભેદ છે તેવી રીતે સમ્યગદષ્ટિ કરતાં અનુક્રમે અસંખ્યાત-સંખ્યાતગુણ નિર્જરાવાળા શ્રાવકપણામાં ને સાધુપણામાં પેટભેદો છે કે નહિ ?
સમાધાન–શ્રાવક અને સાધુપણામાં પણ તે તે વિરતિને લેવાની ઈચ્છાવાળે લેતે અને લીધે એ ત્રણ પણ પૂર્વ–પૂર્વ–સ્થાનની અપેક્ષાએ અસંખ્યાતગુણ નિર્જરાવાળા છે. એવી રીતે અનંતાનુબંધીનું ખપાવવું, દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિનું ખપાવવું, ઉપશમશ્રેણીમાં રહેવું, ઉપશાંતમેહપણું, ચારિત્રમોહનીયનું ખપાવવું અને ક્ષીણમેહનીયપણું એ બધામાં અભિમુખપણું, ક્રિયાકરવાપણું અને સંપૂર્ણપણું એ ત્રણ વાના જોડવા એટલે કે પૂર્વ–સ્થાન કરતાં અભિમુખને અસંખ્યાતગુણી નિજેરા અને અભિમુખ કરતાં ક્રિયારૂઠને અસંખ્યાતગુણ નિર્જરા અને તેના કરતાં પણ સંપૂર્ણવાળાને અસંખ્યાતગુણ નિર્જરા હોય છે.
પ્રશ્ન ૬૬૪–સમ્યગદષ્ટિ આદિને પૂર્વ પૂર્વથી જે અસંખ્યાતગુણ નિર્જરાવાળા માન્યા છે તેઓ કાળની અપેક્ષાએ કેટલા ગુણ હોય છે?
સમાધાન-કર્મનિર્જરાના વિષયમાં સમ્યગદષ્ટિ આદિ સમુદાયને આશ્રીને પશ્ચાનુપૂર્વી સંખ્યાતગુણ કાળની લેવી એટલે કે અગીકેવલીમહારાજ વિગેરે જેટલાં કર્મ જેટલા કાળે ખપાવે તેટલાં જ કર્મ સંયોગીકેવલી વિગેરે પહેલાના સ્થાનવાળા તેના કરતાં સંખ્યાતગુણુ કાળે ખપાવે, એટલે છેવટે ધર્મ પૂછવાની ઈચ્છાવાળા જ જીવ જેટલાં કર્મ જેટલા કાળે ખપાવે તેના કરતાં ધમ પૂછવાના વિચારવાળો સંખ્યાતગુણ કાળ થાય ત્યારે તેટલાં કર્મ ખપાવે
પ્રશ્ન ૬૬૫–તપ, જ્ઞાન ને ચારિત્રના ફળની પ્રાપ્તિમાં કઈ કઈ વસ્તુઓ વિM કરે?
11.