________________
(૨૫૬)
મીલક્ત થાય ત્યારે પિતાના ઘરમાં દહેરાસર કરવું જ જોઈએ, એ વાતને ખ્યાલ પણ ચૈત્યક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. વળી ભગવાનની ત્રિકાલ પૂજા કરવાવાળો શ્રાવક પિતાના દ્રવ્યને દેવદ્રવ્યમાં ઉપયોગ કરે છે એવો ખ્યાલ પણ મૂર્તિ નામનું ક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. ભગવાનના શાસનને પૂર આધાર છવાછવાદિતોના નાન પર હોઈ પુસ્તકને ઉદ્ધાર કરે, લખાવવાં કે સાચવવાં વિગેરેને અંગે થતો વ્યય જરૂરી હેઈ જ્ઞાન નામનું ક્ષેત્ર જુદું રાખેલું છે. આ ત્રણ ક્ષેત્રો (ચૈત્ય, મૂર્તિ અને જ્ઞાન)માં નવીન ઉત્પતિ, જુનાની સંભાળ કે કર્ણને ઉદ્ધાર કરાય તે યોગ્ય ગણાય છે. તેવી જ રીતે ચતુર્વિધ સંઘને અંગે સાધુ, સાધ્વી, નવી દીક્ષાઓ, દીક્ષિતને અશન, પાન, ખાદિમ, વસ્ત્ર-પાત્ર, કંબલ, ઔષધ આદિનું દાન વિગેરે કરાય, તે સર્વ સાધુ-સાધ્વીના ક્ષેત્રમાં વ્યય થયો સમજે તેવી જ રીતે શ્રાવક-શ્રાવિકાને ધર્મ પમાડ ધર્મમાં સ્થિર કરવાં. વળી અન્ય લેકે પણ ધર્મની અનુમોદના કરે તેવી રીતે તેઓની ભક્તિ કરવામાં જે ધનને વ્યય થાય તે શ્રાવક-શ્રાવિકાક્ષેત્રમાં ધનનો વ્યય ગણુ. સાધ્વી અને શ્રાવિકા અનુક્રમે સર્વવિરતિ અને દેશવિરતિવાળી છતાં પણ સ્ત્રીપણાના કેટલાક સ્વાભાવિક દેને લીધે તેના તે અવગુણે તરફ દૃષ્ટિ જાય અને તેના સર્વવિરતિદેશવિરતિગુણ તરફ બહુમાનની નજર ન રહે તે અવિવેક ટાળવા માટે સાધ્વી અને શ્રાવિકાનું ક્ષેત્ર જુદું ગણવાની જરૂર પડી છે. ઉપર જણાવેલાં સાતે ક્ષેત્રમાં ધનવ્યય કરવા માટે ઉપદેશ દેવો એ દરેક ઉપદેશકનું કર્તવ્ય છે. યાદ રાખવું કે-એક પણ ક્ષેત્રના ભેગે કેઈને પોષવાને ઉપદેશ અપાય છે તે ઉપદેશ શાસ્ત્રાનુસારી કહી શકાય નહિ. પદાર્થના નિરૂપણમાં જેમ એક પણ ધર્મને ઓળવે તે તે નયાભાસને ઉપદેશ કહેવાય છે, અને એક ધર્મની પ્રધાનતાએ અપાતે ઉપદેશ નયમાર્ગને ઉપદેશ કહેવાય છે; પણ સર્વ ધર્મોની અપેક્ષા રાખીને અપાતે ઉપદેશ જ યથાર્થ ઉપદે કહેવાય છે, તેવી રીતે સર્વ ક્ષેત્રની અપેક્ષાવાળો