________________
( ૨૭૨ )
દુ:ખના પ્રતિકાર છે. રાગના પ્રતિકારમાં જેમ દુઃખ નિવારણુયોગે સુખમુદ્ધિ થાય છે તેવી જ રીતે ઇંદ્રિયાના વિષયેાના ભાગેામાં પણ પ્રતિકારને જ સુખ માનવામાં આવે છે. આ દૃષ્ટિએ ભાગ તથા રાગ એક સ્વભાવના હોવાથી ભાગને રાગ કહેવામાં આવે છે.
મનુષ્ય ખાવામાં સુખ માને છે પણ વસ્તુતઃ ખાવા (ભોજન) માં સુખ નથી, પેટમાં પડેલે ખાડા પૂરાય છે તે સુખ છે. જો ખાવામાં સુખ હોય તો તે ખાવાથી વિરમવાનું હોત નહિ, કિન્તુ અધિક ખાવામાં અધિક સુખ થાત પણ તેમ થતું નથી, એ તે અનુભવસિદ્ધ જ છે કે અધિક ભોજન કરવાથી સુખ તે દુર રહ્યું, ઊલટું અજી, જવરાદિ રાગા પ્રાપ્ત થાય છે, જેમ જેમ ખવાય તેમ તેમ સુખ, એમ નથી, પણ પેટના ખાડા પૂરાયા, ક્ષુધાના સ ંકટનુ નિવારણ થયું તેને જ સુખ માનવામાં આવ્યું છે. તેવી જ રીતિએ કઠશેષણ (તૃષા) ને નિવારવા જલપાન સુખરૂપ મનાયું છે. તૃષા છિપાતાં કાઈ પણું મનુષ્ય અધિક પાણી પીતા નથી. જે મનુષ્ય શીતલતા વિગેરેના લેલે અધિક જલપાન કરે છે તેને આકરા કે ઉલટીની આપત્તિ વહેારવી પડે છે. સ્પર્શે દ્રિયને અંગે પણ ઠંડક અને તાપ પણુ તેટલા જ પ્રમાણમાં અનુકૂળ લાગે છે કે જેટલા પ્રમાણમાં બફારો કે ઠંડીના વિકારો પ્રાપ્ત થયા હોય: તેથી જ અતિશય તાપ કે અતિશય ઠંંડક જીવેાને સુખરૂપ થતાં નથી. તાત્પર્ય કે ટાઢ કે તાપ પોતે જે સુખરૂપ હોત તે ટાઢ કે તાપના વધારાની સાથે સુખનું પ્રમાણ પણ વધવુ જોઇએ, પણ એમ થતુ નથી એ અનુભવસિદ્ધ છે. આજ પ્રમાણે ઘ્રાણુ, કહ્યું` અને ચક્ષુરિદ્રિયને અંગે પણ સમજી લેવું. તે તે ઈદ્રિયાના વિષયાને અંગે પણ જરૂરિયાત પ્રમાણે ગધ, શબ્દ અને રૂપ સુખ કરનારાં થાય છે. પ્રમાણથી અધિક આવેલ શબ્દ શ્રોત્રને બધિર કરે છે, આવશ્યકતાથી અધિક પ્રમાણમાં આવેલું તેજ ચક્ષુનું સામર્થ્ય ઓછું કરે છે તેમજ વધારે પડતા ગધ પણ નાસિકામાં મસા વિગેરે કરી હેરાનગતિ ઊભી કરે છે. પાંચે ય ઇંદ્રિયાના પાંચે ય વિષયા માત્ર માત્રા (પ્રમાણ) ના હિસાબે સુખ કરનારા