________________
(૨૭૮) એટલે જ્યારે લોકાલેકના પ્રકાશક ભગવાન કેવળી મહારાજાઓ પણ રાત્રિના વખતનું ભોજન અને પાન વર્જવાલાયક ગણે તે અન્યછને તે રાત્રિભોજન સર્વથા વર્જવાલાયક હોય તેમાં આશ્ચર્ય જ શું? સુત્ર અને પંચાંગીને આધારે આ હકીક્ત છતાં કઈક છૂટા પાનામાં એવી ગાથા પણ હોય છે કે-જેના આધારે રાત્રિએ રખાયેલ અન્ન-પાણીમાં વિકલેંદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે એમ માનવું પડે અને આવા કોઈ કારણથી જ પંચ મહાવ્રતધારીઓને માટે પ્રથમ દિવસે લીધેલું અને તે રાત્રિએ પિતાની પાસે રાખીને બીજે દિવસે ખાવામાં આવે તેમાં તથા ગૃહસ્થ પાસેથી રાત્રિની વખતે વહેરીને પણ બીજે દિવસે ખાવામાં આવે તે તેને રાત્રિભોજન માનેલું છે એમ કહી શકાય. સૂત્રકાર અને પંચાંગીને હિસાબે તે તેમાં સન્નિધિ નામને દોષ ગણીને જ રાત્રિભોજન ગણવામાં આવ્યું હોય એમ જણાય છે.
પ્રશ્ન ૭૧૮–સુકાયેલું આદુ એટલે સુંઠ જે ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે તે તે પ્રમાણે બટાટા વિગેરે બીજાં કંદમૂળ પણ સૂકવીને વાપરવામાં શી અડચણ?
સમાધાન–સુંઠ એ એક હળવા ઔષધ (સામાન્ય ઔષધ) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, તે કાંઈ શાકની માફક વધારે પ્રમાણમાં લઈ શકાતી નથી; બટાટા પ્રમુખ બીજાં કંદમૂળ તે આસક્તિથી ખાવામાં આવે છે, વધારે પ્રમાણથી વપરાય છે અને તેથી ઘણા જ છની હિંસાને પ્રસંગ રહે છે.
પ્રશ્ન ૭૧૯-પર્યુષણું પછી ભાદરવા સુદ આઠમના રોજ સામાચારી કેટલાક સ્થાને વાંચવામાં આવે છે તથા કેટલાક સ્થાને તે વંચાતી નથી તે તે બેમાં વ્યાજબી શું ?
સમાધાન-સામાચારી સંવત્સરીના દિવસે જ સભાસમક્ષ વંચાય. કોઈ સ્થાને અષ્ટમીના દિવસે વંચાય છે પણ તે ઠીક નથી; સંવત્સરીના