________________
(૭૯) દિવસે બારસાસૂત્ર વાંચતી વખતે છેલ્લે સામાચારી અથ સહિત વાંચી સંભળાવવી યોગ્ય છે.
પ્રશ્ન ૭૨૦–ચતુર્વિધ–સંઘમાં કલ્પસૂત્ર, બારસમૂલસૂત્ર વાંચવાને અધિકારી કોણ?
સમાધાન–ગવહન કર્યા હોય એવા સાધુનેજ મુખ્યતાએ ચતુર્વિધ–સંધ આગળ કલ્પસૂત્ર, બારસામૂલસૂત્ર વાંચવાનો અધિકાર છે.
પ્રશ્ન ૭૨૧–સાધ્વીજી મહારાજ શ્રાવક સમુદાય સન્મુખ વ્યાખ્યાન કરી શકે કે નહિ?
સમાધાન-મુનિમહારાજ ન હોય તે સાધ્વીજીઓ બાઈઓની સામે વ્યાખ્યાન કરે, પુરૂષ તે પડખે બેસી સાંભળે તે વાત જુદી છે. સાખીઓ સાધ્વીઓ પાસે વાંચે તે સૂત્રવાહિત છે.
પ્રશ્ન ૭૨૨-સાધ્વીજી મહારાજ પુના મસ્તક પર વાસક્ષેપ કરી શકે ?
સમાધાન–ધર્મક્ષેત્રમાં પુરૂષ પાત્રની શ્રેષ્ઠતા હેઈ સાધ્વીજી પુરૂષના મસ્તક પર વાસક્ષેપ કરે તે ઉચિત નથી.
પ્રશ્ન ૭૨૩–હાલમાં ચંદરવા–પંઠીયામાં જે સ્થૂલભદ્રજી, ગૌતમસ્વામીજી, ઈલાચીકુમાર, નવપદજી મહારાજ, વજસ્વામીજી, જંબુસ્વામીજી વિગેરે મહાન પ્રભાવિકપુરુષોનાં જે આલેખન (ચિત્ર ) જરી વિગેરેનાં કરવામાં આવે છે તે શું યોગ્ય છે? કેમકે તે ચંદરવા મુનિમહારાજના પાછલના ભાગમાં બંધાતા હેવાથી મહાપુરૂષોની આશાતના પ્રસંગ આવે છે તે ઉચિત શું છે?
સમાધાન આજે ચંદરવા-jઠીયામાં જે એવા મહાપ્રભાવક પૂર્વ પુરૂષનાં આલેખને (ચિત્રો) ભરાય છે તે ઉચિત નથી. આવા પૂર્વપુરુષો જેઓ આરાધ્ય છે તેમનાં ચિત્રે પાછલના ભાગમાં