________________
(૨૭૭) છતાં તેમાં સૂક્ષ્મ પણ બંધ નથી એવા ભગવાન નિર્યુક્તિકારના વચનથી હિંસા અને પાપ માનવામાં ન આવે તેમજ અપ્રમત્ત-સાધુનું સર્વથા અનારંભકપણું છે તેમજ પ્રમત્ત-સાધુનું પણ શુભયોગને આશ્રીને અનારેભકપણું છે. એ વાત શ્રી ભગવતીસૂત્રમાં છે તેથી જીવને બચાવવાની બુદ્ધિપૂર્વક ચલનાદિ ક્રિયા કરનાર સાધુને સર્વથા પાપને બંધ થતું નથી એમ નકકી થાય છે. શ્રી દશવૈકાલિકમાં છોને બચાવવાની બુદ્ધિ સિવાય કરાતી ચલનાદિક ક્રિયામાં પ્રાણ અને ભૂતની હિંસાને નિયમ માને છે એટલું જ નહિ પણ તે સંભવિત હિંસાને સાક્ષાત્ હિંસા થયેલી ગણી તે ગણાયેલી હિંસાનું પરિણામ શાસ્ત્રકારોએ “ધ gવયં ” એમ કહી તે સંભવિત હિંસાવાળી પ્રવૃત્તિમાં જીવને બચાવવાની બુદ્ધિ નહિ રાખનારે મનુષ્ય પાપને બાંધેજ છે એમ જણાવે છે. વળી શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવે છે કે-અમદશામાં આકદીએ કરેલું પાપકર્મ તે જ ભવમાં ભગવાઈ જાય છે, અર્થાત્ તે આકુટ્ટીએ કરાયેલાં કર્મનાં ફળ ભવાંતરમાં વેદવાં પડતાં નથી એમ કહી જયણબુદ્ધિપૂર્વક પ્રવર્તવાવાળા પ્રમત્ત-સાધુના પાપ કરતાં પણ આ બચાવવાની બુદ્ધિરૂપ જયણારહિતપણે પ્રવતવાવાળા સાધુને થયેલી સંભવિત પ્રાણુ અને ભૂતની હિંસાના પાપકર્મોને માત્ર તે ભાવમાં વેદવાલાયક નહિ ગણાવતા ભવાંતરમાં તેનાં કટુક ફળો ભેગવવાં પડશે એમ “નં રે ઘેર કુમં વહ' એવા વાક્યથી સ્પષ્ટપણે જણાવે છે. આ બધી રક્ષાબુદ્ધિ અને રક્ષાબુદ્ધિના અભાવથી હકીક્તને બરાબર સમજનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે રાત્રિના વખતમાં સૂક્ષ્મજીવોની જયણા કરવી અશક્ય હોવાથી તે વખતે ભોજન કરનારા મનુષ્યથી કોઈ પણ જીવની હિંસા કદાચ ન પણ થાય તે પણ તે પ્રાણુ અને ભૂતોને હિંસક જ છે અને તેથી ભવાંતરે કટુક વિપાકે આપે તેવાં પાપકર્મોને તે બાંધેજ છે. આ હકીક્ત છદ્મસ્થછે કે જેઓને રાત્રિના વખતે જીની જયણું માટે અશકયપણું છે તેઓને અંગે જણાવી, પણ કાલેકને કરામલકવત દેખનારા કેવલજ્ઞાની મહારાજાઓ પણ તે રાત્રિભોજનને દુષ્ટતમ ગણીને તેને પરિહાર કરે છે,