________________
(૨૭૫) અપેક્ષાએ થતાં કર્મોનું પણ પોતે કારણુ બનતા નથી. તેમ બની શકે તેમ પણ નથી કારણ કે તે છનાં શરીર એટલાં બધાં બારીક છે કે પરસ્પર નથી નાશ થતે એટલે નથી તે પિતાથી નાશ થત, નથી બીજાથી નાશ થતે તેમજ પિતે નથી બીજાઓને નાશ કરી શકતા. ત્યારે મુદ્દો એ છે કે-હિંસાનું સ્વચ્છ પ્રાણને ઘાત કરવો એ નથી, તેમ દયાનું સ્વરૂપ પ્રાણને ઘાત ન કરે તે પણ નથી અર્થાત તે વ્યાખ્યા આટલી માત્ર નથી પરંતુ જૈન શાસ્ત્રકારના મુદ્દા પ્રમાણે, જીવોના પ્રાણને બચાવવાની બુદ્ધિપૂર્વક, બચાવવાને માટે કરાતા પ્રયત્નને જ દયા કહેવામાં આવે છે, અને તેવા (બચાવવાના) પ્રયત્ન ન કરવામાં આવે તે જે પ્રવૃત્તિથી અન્યજીવની હિંસા ન પણ થાય તથાપિ તે પ્રવૃત્તિમાં શાસ્ત્રકારો હિંસા માને છે અને એટલા જ માટે આચાર્ય મહારાજ શ્રી યંભવસૂરિજી જણાવે છે કે
जयं चरे जयं चिटे जयमासे जयं सये । जयं भुजतो भासंतो पावं कम्म न बधई ॥
અથત કઈ જીવની વિરાધના ન થાય તેવી બુદ્ધિપૂર્વક, તેવી કાળજીપૂર્વક ચાલત, ઊભો રહે, બેસત, સૂતે, ખાતે, પોતે કે બેલતે મનુષ્ય પાપકર્મ બાંધતા નથી. આ ગાથાના ભાવાર્થ (રહસ્ય) ને વિચારનારે મનુષ્ય સ્પષ્ટતયા સમજી શકશે કે ચાલવા વિગેરેની ક્રિયામાં હિંસાનું સર્વથા છૂટવું અશક્ય છતાં પણ તે ક્રિયાઓમાં શાસ્ત્રકારે પાપકર્મના બંધને પણ ઈન્કાર કર્યો (પાપકર્મને બંધ થતું નથી' એમ જાણવું) તે કેવલ જીવોની રક્ષા કરવાની બુદ્ધિપૂર્વકની કાળજી (જયણ)ને જ આભારી છે, અને તેથીજ શાસ્ત્રકારે ઉપર્યુક્ત ગાથામાં “શં' પદને વિશેષણ તરીક ગણું તેને ઉપયોગ વારંવાર કરવામાં આવ્યો છે, ક્રિયાવાચક દરેક શબ્દ સાથે વિશેષણને જોડવામાં આવ્યું છે. રહસ્ય એ છે કે દરેક ક્રિયામાં શરૂઆતથી સમાપ્તિ સુધી જયણુની બુદ્ધિ રહે તે જ પાપબંધનથી બચી શકાય. ચાલવા વિગેરે ક્રિયામાત્રમાં જ્યણાબુદ્ધિ રાખ