________________
(૨૭) સમાધાન- દહીં વિગેરે જેમ કાલાંતરે અભક્ષ્ય થાય છે તેમ ઊંટડીનું દૂધ ભેડા પણ કાલાંતરે અભક્ષ્ય થાય એ વાત ધ્યાનમાં રાખવી, પણ જેમ માખણ વિગેરે વિગઈઓ અભક્ષ્ય છે તેમ ઊંટડીના દૂધની વિગઈ અભક્ષ્ય નથી. શાસ્ત્રકારો પણ પાંચેય પ્રકારના દૂધને ભક્ષ્ય વિગઇના ભેદ તરીકે જણાવે છે. પિંડનિર્યુક્તિની ટીકાના નામે જેઓ ઊંટડીનું દૂધ અભક્ષ્ય ગણાવવા માગે છે તેઓએ તે પ્રકરણને સમજવાની જરૂર છે, કેમકે–પ્રકરણના અધિકારની સમજણ વિના ગેરસમજ થાય એ સંભવિત છે. તે પ્રકરણમાં આધાક અભક્ષ્યપણાનો સિદ્ધાંત મુખ્ય છે, અને મેંઢી વિગેરેના દૂધમાં તે માત્ર અન્યધમીની અપેક્ષાએ દષ્ટાંત છે, જે તે દૃષ્ટાંતને જૈનમત તરીકે સ્વીકારીએ તે તે મેંઢીના દૂધને પણ અભક્ષ્ય જ માનવું પડે, અને તેથી દૂધની વિગઈ પાંચ ભેદે નહિ રહેતાં ત્રણ ભેદ જ રહેશે.
પ્રશ્ન ૭૧૪–ભેગને રોગ તરીકે ગણવાનું કઈ રીતિએ, કયા દાંતે કહેવામાં આવે છે
સમાધાન–જગતમાં જે રોગ થાય છે, તે તમામ રોગ આહારઆદિના ભોગપભોગથી જ થાય છે. “મોજે રોળમાં તે યાદ છે ને ? આહારાદિના ભોગપભોગ કરનારને જ ગો હેય છે. શાશ્વતી અનાહારદશાને પામેલા જેઓ સિદ્ધ તરીકે ઓળખાય છે તેઓને જેમ ભેગ નથી (ઉપભોગ તે હેય જ શાને ?) તેમ રોગ પણ નથી. રોગના કારણરૂપ ભેગા હેવાથી તે ભોગેને ઉપચારથી રોગ કહેવામાં આવે તે તે અવાસ્તવિક નથી. વળી વિધવિધ જાતના રોગો થવાથી જેમ તે રોગોની દવા કરવા રોગી વ્યાકુલ થાય છે, આતુર બને છે તેવી જ રીતે જીવને, વિષયને અંગે તૃષ્ણારૂપી રેગ થયા પછી, ભેગ-તૃષ્ણારૂપ
વ્યાધિને વળગાડ વળગ્યા પછી તે ભાગે મેળવવા તેવો જ આતુર થાય છે. આ દષ્ટિએ પણ ભોગેને ઉપમારૂપે રાગ કહેવાય તેમાં કઈ નવાઈ જેવું નથી. ભેગમાં મનાતું સુખ વાસ્તવિક સુખ નથી પણ તે માત્ર