________________
(૨૬૯) પ્રવૃત્તિથી પણ હિંગવાળા પદાર્થો આયંબિલમાં દોષકતાં નથી એમ જણાય છે.
પ્રશ્ન ૭૦૯–આયંબિલ-ખાતામાં, ધર્માદા ખાતે કાઢેલી કાઢવામાં આવેલી) રકમ અપાય કે નહિ?
સમાધાન–સાત ક્ષેત્રમાંથી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ મનુષ્ય કાંઈ પણ દ્રવ્યનો ઉપયોગ કરે તે ધર્મ થવાને માનીનેજ કરે છે. તપસ્યા કરવાવાળાને તપસ્યાના દિવસે કે પારણાના દિવસે જે જમાડવાનું કરે કે ભક્તિ કરે તે સર્વે ધર્મ સમજીને જ કરે છે, તેથી તેવી તપસ્યા કરનારા કે પારણું કરનારને કેઈપણ પ્રકારે ધર્માદીઆ (ધર્માદાનું ખાનારા) કહી શકાય નહિ; પણ જેઓ શ્રી જિનેશ્વર ભગવાનના શાસનની શ્રદ્ધા ન ધરાવતા હોય, વ્રત, પચ્ચખાણ કે તપસ્યામાં આદર કરવાવાળા ન હોય, પણ દેવ, ગુરૂ તથા ધર્મના વિરોધી હોય છતાં શ્રાવકપણાના નામે કે ધર્મના નામે પૈસાઓ લે કે તેવા પૈસાથી નિર્વાહ ચલાવે તેવાઓને જ તેવા (ધર્માદીયા) કહી શકાય. વસ્તુતઃ મોક્ષમાર્ગની આરાધના માટે સાતેય ક્ષેત્રમાંથી કોઈ પણ ક્ષેત્રમાં જે કંઈ પણ દ્રવ્ય-વ્યય થાય તે સર્વ ધર્મમાર્ગેજ વ્યય થયે સમજવો.
પ્રશ્ન ૭૧૦–રહાદના અગર તેવા અન્ય કારણે રવિવારે, મંગળવારે કે શનિવારે આયંબિલ કરે તે કરનારને આયંબિલનું ફળ મળે કે મિથ્યાત લાગે ?
સમાધાન-સમ્પષ્ટ છવ પોતાના સમ્યકત્વના પ્રભાવે, શ્રી જિનેશ્વરભગવાને મેક્ષને માટે કહેલી ક્રિયાઓ, અવ્યાબાધ-સુખમય એવી મેક્ષની પ્રાપ્તિ માટે જ કરે. ઝવેરી કદીયે બેરા સાટે હીરા-મતીને આપી દે નહિ; તેમ સમ્યગ્દષ્ટિ આત્મા અવ્યાબાધ એવા મોક્ષને આપનારી ક્રિયા, અનર્થકારક એવા પૌગલિક પદાર્થ માટે કરે નહિ, છતાં જેઓ તેવી શુદ્ધ-શ્રદ્ધાવાળા હોય અને આપત્તિ ટાળવા, લૌકિક-ફલની અપેક્ષાએ