________________
(૨૬૭) એ છે કે-પ્રસુતિવાળી બાઈ સર્વથા ભિન્દ્રસ્થાને રહેલી હોય તે કુટુંબીઓને અશૌચ લાગતું નથી, અને તેથી તે ભિન્ન રહેલા કુટુંબીઓ જિનપૂજાજિક કાર્યો કરે છે. એ બાબતને શાસ્ત્રકારોએ વિશેષ ખુલાસે કર્યો હોય એવું ધ્યાનમાં નથી.
પ્રશ્ન હ૦૪-એક જ મેભારે પાંચ સાત ઘર હોય અને તેમાં વચમાંના કોઈ ઘરમાં સુવાવડનો પ્રસંગ આવે તે બાકીના રહેલા (બાજુના) ઘરેવાળાને સૂતક લાગે કે નહિ? અને જે સૂતક લાગે તે કેટલા દિવસનું? જિનપૂજા કેટલા દિવસે થાય?
સમાધાન–શાસ્ત્રકારોએ સૂતકસ્થાનથી સે હાથ સુધી અશુચિ ગણું સ્વાધ્યાય વર્જવા માટે સાધુઓને ફરમાન કર્યું છે, તે અનુસાર સૂતકનું સ્થાન નિકટ હોય તે અપવિત્રતા માનવી. એ હિસાબે એક
ભવાળાં સ્થાને વર્જવાને વ્યવહાર ચાલ્યું હોય એમ જણાય છે. સતકના સમયનું પ્રમાણ દશ દિવસનું છે એ વિગેરે ઉપર જણાવવામાં આવેલું છે.
પ્રટન ૭૦૫–પિતાના ઘરમાં મરણ થાય તે તેનું કેટલા દિવસનું સૂતક લાગે ?
સમાધાન-સૂતકને માટે દશ દિવસ વર્જવાની વાત ઉપર જણાવેલી છે. તેથી વધારે ઓછું કરવાનું આમાં કંઈ કારણ જણાતું નથી.
પ્રશ્ન ૭૦૬–૧ખી, માસી તથા સંવત્સરી પ્રતિક્રમણમાં મોટી– શાંતિ અને છેલ્લે લેગસ્સ બેલાયા પછી “સંતિકરે' બોલવું જ જોઈએ ?
સમાધાન–સંતિકર એ નવ સ્મરણમાંનું એક સ્મરણ છે, પાપ હરનાર હવા સાથે વિઘનું નિવારક છે. પૂર્વપુરૂષોએ તેનું કથન આચરેલું છે, અને તેની (સંતિકની) ટીકામાં પાક્ષિકને દિવસે તેના