________________
(૨૬૬)
આધાર રાખવા જણાવે છે, છતાં તેઓશ્રી પણ “સૂતકનાં ગૃહો દશ દિવસ સુધી વર્જવાં એવી તપાગચ્છની પ્રવૃત્તિ છે એમ સ્પષ્ટ જણાવે છે. વ્યવહારસૂત્રમાં સૂતકના ગૃહની વર્જનીયતા લૌકિક છે એમ જણાવે છે, તે પણ તે સૂતકના ગૃહે નહિ લઈને આહારપાણ લેનારને નિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત્ત જણાવે છે. વળી વ્યવહાર–ભાષ્યમાં ડુબ, ચમાર વિગેરેના કુલે વર્જવાં તે પણ લૌકિક જણાવે છે; છતાં પણ તેવા કુલેમાં આહારપાણ લેનાર સાધુને નિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત્ત જણાવે છે. સૂતકવાળાના ગૃહ વજેવા અને સૂતક પાળવું એ શાસ્ત્રાનુસારી હોવા સાથે ગચ્છમર્યાદાને પણ અનુસરતું જ છે.
પ્રશ્ન ૭૦૨–બહાર-દેશાવર પિતાને કુટુમ્બી સગે રહેતે હેય અને ત્યાં મરણ થયું હોય એવા સમાચાર આવવાથી સૂતક લાગે કે નહિ અને કેટલા દિવસે જિનપૂજા થાય ?
સમાધાન–શાસ્ત્રકારોએ સામાન્ય રીતે જન્મ-મરણના સ્થાનને અંગેજ અશુચિપણું માનેલું છે અને તેથી દેશાંતર થયેલા મરણના સમાચારથી સૂતક પાળવાને સંબંધ રહેતું નથી, પણ સૂતકાદિ તે શું પણ ખુદ નાન પણ શાસ્ત્રકારોએ અનુવાદનીય માનેલું છે, પણ વિધેય તરીકે માનેલું નથી તેથી લેકમાં સિદ્ધ રીતિને અનુસાર દશ દિવસમાં જેટલું બાકી હોય તેટલે કાળ અશૌચપણું પાળવું એમ લૌકિક રીતિની મૂલભૂત સ્મૃતિઓ કહે છે.
પ્રશ્ન ૭૦૩–ઘરમાં પિતાની સ્ત્રીને અથવા પુત્રીને અથવા ભાઈની મીને અથવા સગાભાઈની પુત્રીને સુવાવડને પ્રસંગ પ્રાપ્ત થાય તે વખતે ઘરનાં રહેનાર ચુકતે (તમામ) માણસો તે ઘરથી અલગ (જુદા) જમે, સુવાવડવાળા ઘરની સાથે કોઈ જાતને સંબંધ રાખે નહિ, તે તેમને (અલગ રહેનારાઓને) સૂતક લાગે કે નહિ?
સમાધાન-શાસ્ત્રકારોના વચન પ્રમાણે જે સ્થાનમાં જન્મસૂતકાદિ હેય તે સ્થાનમાંજ અશુચિ ગણાય છે, અને વર્તમાનમાં રિવાજ પણ