________________
(૫૪)
ધામીને જીવ ઘણું રખડે છે અને પરમાધામીપણામાં ઉપજનારા છે સંકલિષ્ટ પરિણામ સાથે જેઓ દેવતાના આયુષ્ય, ગતિઆદિ પુણ્ય ઉપાર્જન કરે તેવા જ મનુષ્ય અગર તિર્યંચ હોય.
પ્રશ્ન ૬૮૮–જંબુદ્વીપના પશ્ચિમમહાવિદેહમાં ચોવીસમી તથા પચીસમી વિજય છેવટ એક હજાર જન નીચે ગયેલ છે તે તેવી રીતે દરેક ક્ષેત્રે વિજયે ઊંડી છે કે કેમ?
સમાધાન-પુષ્કરાદ્ધ ને ધાતકીખંડમાં પૂર્વ-પશ્ચિમ થઇને ચારચાર મહાવિદેહમાં બત્રીસ-બત્રીશ વિજ સરખી સપાટીએ હે તેમાં
વીશમી પચીશમી વિજો કુબડી વિજ તરીકે ગણાતી નથી પણ જબુદીપના મેરુપર્વતની પશ્ચિમે રહેલા મહાવિદેહ ક્ષેત્રની સપાટી સરખી ન હેવાથી ધીમે ધીમે ઉતરતી છેવટે હજાર જોજન ઊંડી થઈ જાય છે; તેથી માત્ર જંબુદ્વીપની જ એવી શમી પચીશમી વિજય તે કુબડી વિજય તરીકે કહેવાય છે.
પ્રશ્ન ૬૮૯–નિહાર (સ્થડિલ) સ્થાનને માટે કુલ કેટલા ભેદ અને તે કેવી રીતે ? ને કયે લે?
સમાધાન-અનાલેક, અસંપાતિ, અનુપઘાત, સમ, અશુષિર, ત્રસમાસુબીજરહિત, વિસ્તીર્ણ, દૂર, અવગાઢ, અચિરકાળકૃત, એમ દશ પ્રકારના દૂષણમાં એ દશના અંકાદિ સંયોગથી ૧૦૨૩ ભાંગા થાય છે. આ બધા ભાંગા વર્ષને ૧૦૨૪ મો ભાંગે થંડિલાદિ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
પ્રશ્ન ૬૯૦–પરમાધામીની કરેલી વેદના કેટલી નરક સુધીમાં હોય?
સમાધાન-તત્વાર્થસૂત્રના આધારે ત્રણ નરક સુધી પરમાધામીકૃત વેદના હોય છે ને કેટલાકે પ્રાયે ત્રણ નરક સુધી દેવતાની વેદના માને છે ને આગળ પણ કેઈક વખત કથંચિત દેવતાની કરેલી વેદના હોય છે એમ માને છે.