________________
(૨૬૦) ૨. આવી અનિષિદ્ધ-અનુમોદનાની માફક બીજી પ્રશંસા નામની અનુમોદના શાસ્ત્રકારો જણાવે છે. પાપ કરવામાં સાગરિત થનારા જેમ સ્પષ્ટપણે પાપના ભાગી હોય છે, તેવી જ રીતે પાપ કરતી વખતે પાપમાં મદદગાર નહિ બનનાર પણ મનુષ્ય પાપનું કાર્ય થઈ રહ્યા પછી પણ ફલોગ કે વચનદ્વારા પણ તે કાર્યને વખાણે છે તે વખાણનાર મનુષ્યને તે થયેલા પાપકાર્યની પ્રશંસા નામની અનુમોદના ગણવામાં આવે છે. આવી જાતની અનુમોદના લેકેમાં પ્રસિદ્ધ હેવાથી પણ મનુષ્યો યથાસ્થિત વસ્તુના બેધને અભાવે પૂર્વે જણાવેલી અનિષિદ્ધઅનુમોદનાને કે આગળ જણાવીશું તેવી સહવાસ-અનુમંદનાને, અનમેદનારૂપે બેલતા નથી, ગણતા નથી; પણ માત્ર આ પ્રશંશા-અનમેદનાને જ અનુમોદના રૂપે ગણે છે આ પ્રશંસા-અનુમોદનાના નિષેધ માટેજ યોગબિંદુકાર ભગવાન શ્રીહરિભદ્રસુરિજીએ માત-પિતા આદિનું મરણ થયા છતાં પણ તેમના વસ્ત્ર, આભૂષણના ઉપભોગને નિષેધ કરે છે, અને તેમના વસ્ત્ર, આભૂષણના ઉપભોગ કરનારને મરણના ફળને ઉપભોગ ગણનાર ગણી, માતા-પિતાઆદિના મરણની અનુમોદનાવાળો ગણેલ છે અને તેથી જ તે જ શાસ્ત્રમાં તે માતા-પિતાદિના વસ્ત્ર, આભૂષણને તીર્થક્ષેત્રાદિમાં ખર્ચી નાંખવાનું જણાવેલું છે.
. આ અનિષિદ્ધ અને પ્રશંસા અનુમોદનાની માફક ત્રીજી સહવાસ નામની અનુમોદના શાસ્ત્રકારોએ જણાવેલી છે. આ સહવાસ નામની અનમેદનાથી લાગતા પાપની નિવૃત્તિ માટે જ તીર્થંકર, ગણધર આદિ મહાપુરુષોને પણ ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સાધુતા ગ્રહણ કરવાની વિશેષે જરૂર હોય છે. આ વસ્તુને સમજનાર મનુષ્ય જેટલી અવિરતિ રહે તેટલું વધારે વધારે કર્મ બંધાય એવું શાસ્ત્રોક્ત યથાસ્થિતવચન (થન) સહેજે માની શકશે. આ ત્રીજી સહવાસઅનુમોદનાના ભેદને સમજનાર મનુષ્ય પોતાના કુટુંબીજનમાંથી કેઈએ પણ કરેલા પાપની અનુમોદનાના દેશને ભાગીદાર કુટુંબના સમગ્ર જન બને છે એમ સ્પષ્ટ સમજી શકશે (આવા જ કારણથી ગૃહસ્થાશ્રમમાં