________________
(૨૫)
તેને નિષેધ ન કરીએ તે આપણને અનુમોદના નામને દોષ લાગે (આ જ કારણથી ઉપદેશકની પાસે આવેલા અગર તેના પ્રસંગમાં આવેલા જે જે મનુષ્યો હોય તેને તેને તેઉપદેશક મહાત્માએ સર્વપાપને સવેચાત્યાગ કરવાને ઉપદેશ કરવો જ જોઈએ અને આ જ કારણથી શાસ્ત્રકારે સર્વ પાપના સર્વથા પરિહારરૂપી સર્વવિરતિને ઉપદેશ આપ્યા સિવાયને દેશવિરતિઆદિને ઉપદેશ આપવામાં આવે તે ગૃહસ્થપણુમાં રહેલા દેશવિરતિવાળાએ કરેલા પાપની અનુમોદનાનું પાપ ઉપદેશકને લાગે એમ સ્પષ્ટપણે કહેલું છે. જો કે સર્વપાપના ત્યાગ અને તેના ફળનું સ્વરૂપ જેણે યથાસ્થિત જાયું છે અને સર્વ પાપોની વિરતિરૂપ સર્વવિરતિ આદરવાને કે દેરાથી પાપને વિરામ કરવો તે રૂ૫ દેશવિરતિ આદરવાને પણ અશક્ત હોઈ દેશવિરતિ કે એકલું સમ્યકત્વ આદર્યું હોય તેવા શ્રાવકોને તે ઉપદેશકો શ્રાવકની યોગ્યતા અનુસાર માર્ગનુસારી, સમ્યક્ત્વ, દેશવિરતિપણું કે સર્વવિરતિપણાને યથારુચિ ઉપદેશ ક્રમે કે ઉત્ક્રમે આપી શકે છે, અને તેથી જ તેવા છને ઉદ્દેશીને પંચાશક, ધર્મબિંદુ, શ્રાવકધર્મપ્રકરણ, શ્રાદ્ધવિધિ કે ધર્મ સંગ્રહ વિગેરે ગ્રંથ રચવામાં આવેલા છે, પણ તે સર્વગ્રંથમાં એ વાત તે સ્પષ્ટ જ કરવામાં આવી છે કે સર્વપાપની નિવૃત્તિરૂપ યતિધર્મને લેવા માટે અશક્ય હોય તેવાઓને જ દેશવિરતિનું પ્રહણ હોય છે. તથા દેશથી પાપની નિવૃત્તિરૂપ દેશવિરતિ ગ્રહણ કરવાને અસમર્થ મનુષ્યોને જ એકલું સમ્યક્ત્વનું ગ્રહણ વિગેરે હોય છે. એમ સ્પષ્ટ કરે છે. આ બધી વસ્તુસ્થિતિ જોનારે મનુષ્ય સમજી શકશે કે પિતાના ઘરમાં સાથે રહેનારા કુટુંબીજનો તે શું પણ સામાન્યસંબંધવાળા કે લાગવગવાળા જીવોને પણ તેઓ જે પાપ કરે તેનાથી તેમને રોકવા માટે પ્રયત્ન ન કરાય તે તે પાપ નહિ કરનારા મનુષ્યને પણ અનિષેધ નામની અનુમતિ લાગી તેનું પાપ લાગે છે. આ જ કારણથી દરેક સમ્યકત્વવાળે મનુષ્ય “મા જાવ ક્રાgિ gujન' એટલે જગતને કોઈપણ જીવ પાપનાં કાર્યો ન કરે'- એવી ભાવના તથા તેની ઉદ્દઘોષણું સતત પ્રવૃત્ત રાખે છે.)