________________
(૨૫૭)
ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય, પણ કોઈપણ ક્ષેત્રમાં દુર્લક્ષ્ય કરાવીને કે ઉઠાવીને જે ઉપદેશ અપાય તે યથાર્થ ઉપદેશ કહેવાય જ નહિ. જૈનશાસ્ત્રમાં અખિલ કાર્યો ભવ્યજીએ પિતાની ઈચ્છાથી જ કરવાના છે અને તેથી જ વંદના સરખા કાર્યમાં પણ શાસ્ત્રકારોએ ઈચ્છકારેણને પાઠ રાખી ઇચ્છાકાર નામની સામાચારી સૂચવી, મુખ્યતાએ બલાત્કારને સ્થાન નથી એમ જણાવેલું છે, તે પછી સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવા માટે આજ્ઞા કે બલાભિગ ન હોય તે સ્વાભાવિક જ છે, તેથી બીજા પ્રયજનોની માફક આ સાત ક્ષેત્રને અંગે પણ સાધુનો અધિકાર માત્ર ઉપદેશ જ હોઈ શકે. જો કે ચૈત્યદ્રવ્યનાં ગામ, ગાય વિગેરે, કઈ રાજા આદિક મનુષ્ય હરણ કર્યા હોય અગર હરણ થતાં હોય, તેની ઉપેક્ષા થતી હોય, તેનું નિવારણ કરવાની ફરજ ગચ્છની અંદર રહેલા સાધુઓ અને ગચ્છથી નિરપેક્ષપણે વિચરતા સાધુની પણ છે, તે પણ તે ફરજ બતાવનાર ગાથાની જોડે જ એમ જણાવવામાં આવ્યું છે કે તે જ ચેત્યાદિકને માટે નવા માગવાના છે ઉત્પત્તિના કાર્યો કરતાં સાધુઓના મહાવ્રતની શુદ્ધિ રહે નહિ માટે સાધુઓએ સાત ક્ષેત્રને અંગે શ્રેતાના ઉદ્ધારની અપેક્ષાએ માત્ર ઉપદેશ જ કરવો યોગ્ય છે.
પ્રશ્ન ૬૯૩–પાણીની પરબો કરાવવા અને કૂવા ખોદાવવામાં પાણી પીનારાને સંતોષ થાય અને તેથી પુણ્ય બંધાય એવો ઉપદેશ સાધુ આપે કે નહિ?
સમાધાન–પર મંડાવવા કે કૂવે ખેદાવવા જેવા કામમાં પાણી પીનાર છના સંતોષની અપેક્ષાએ તે પરબ બંધાવનાર કે કુવો ખોદાવનારને પુણ્યબંધ થાય છે એમ ન કહી શકાય, તેમજ કે ખોદતાં કે પરબો બાંધતાં કે તેના પાણીને ઉપયોગ થતાં હિંસા થાય છે તેથી પાપબંધ થાય છે, એમ પણ મુખ્યતાએ કહી શકાય નહિ. (આ હકીકત સૂગડાંગ-સૂત્રમાં સ્પષ્ટપણે જણાવેલી છે, તેવી જ રીતે ચૈત્ય