________________
(૨૬૨)
સ્તુતિઓ સર્વ પ્રતિક્રમણ કરનારાઓ સાથે બેસે છે, અને એ હકીકત પ્રવચનસાહાર વિગેરેમાં સ્પષ્ટપણે જણાવી છે. પાક્ષિક-પ્રતિક્રમણમાં રં વાવાવાની ચોથી થેયના છેલ્લા ત્રણ પાદ જે સાથે બેલવામાં આવે છે તેમાં જુદાં જુદાં કારણે જણાવવામાં આવે છે.
(૧) હરિભદ્રસૂરિજીને ચૌદસે ગુમાલીસ ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા હતી તેમાં સામૂઢા” નામની ચોથી થાયરૂપી ચૌદસે ચુંમાલીસમો ગ્રંથ હિતે અને તેને પહેલે પાદ રચ્યા પછી સુરીશ્વરમહારાજની તબીયત વધારે અસ્વસ્થ થવાથી તે ત્રણ પાદે ત્યાં હાજર રહેલા શ્રમણાદિ સંઘે ઉચ્ચસ્વરથી પૂરા કર્યા અને તેથી તે ત્રણ પાદો સકળ સંઘ ઉચ્ચસ્વરે બોલે છે.
(૨) કેટલાકના કહેવા પ્રમાણે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતાં ચતુવિધ–સંધને કોઈક વ્યંતરદેવતા ઉપસર્ગ કરતે હવે તેને નિવારવા માટે ગીતાર્થ ગુરુમહારાજની આજ્ઞાથી ચતુર્વિધ-સંઘે “
gr' વિગેરેને ઉચ્ચસ્વરે ઉચ્ચાર કર્યો ને તેવા તે “શંકા' આદિના ઉચ્ચારથી તે ઉપદ્રવ કરનાર વ્યંતર નાસી ગયો અને તેથી આ ત્રણે પાદો ઉચ્ચસ્વરે ચતુર્વિધ-સંધ બેસે છે.
(૩) કેટલાકના કહેવા પ્રમાણે તે કઈ સમર્થ મહાપુરુષની અધ્યક્ષતામાં કોઈ તેવા મોટા ક્ષેત્રને શ્રાવક સમુદાય મેટું પાક્ષિક-પ્રતિક્રમણ કરવા બેઠો હતો. તે સ્થાન શહેરના દરવાજાની નજદીક હતું. તે વખતે તે પાક્ષિક-પ્રતિક્રમણમાં બેઠેલા વર્ગમાં જ શહેરને અધિકારી વર્ગ પણ બેઠેલ હતે આ સ્થિતિના ચરપુરુષદ્વારા સમાચાર મળવાથી નજીકના શત્રુએ લશ્કર સાથે તે જ વખતે હલે કર્યો, તે વખતે ગીતાર્થમહારાજની આજ્ઞાથી “જાના” વિગેરેનો ઉચ્ચાર સર્વ પ્રતિક્રમણ કરનારાઓએ સાથે ઉચ્ચસ્વરે કર્યો. એ ઉચ્ચસ્વરથી અને અનેકજન સાથે કહેવાતા સ્તુતિના શબ્દના ઘોંઘાટથી શત્રુનું લશ્કર તે સ્થાનવાળાની સાવચેતી સમજીને નાસી ગયું અને તેથી તે શહેરના તે અધિકારી વર્ગ વિગેરેની શ્રદ્ધા અને ભક્તિ વધારે જાગ્રતા