Book Title: Sagar Samadhan Part 01
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 312
________________ (૨૬૧ ) રહીને ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થલાયક ધર્મકરણ કરવાવાળો પણ પાપને અંગે માત્ર ખાળે ડૂચા મારે છે પણ મેટા દરવાજા ખુલ્લા જ રાખે છે, અને આ જ કારણથી દેશવિરતિના ઉત્કૃષ્ટ-સ્થાન કરતાં પણ પ્રમત્તસંયતના જઘન્ય–સ્થાનમાં અસંખ્ય ગુણ નિર્જરા જે શાસ્ત્રકારોએ ફરમાવી છે તથા સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઉત્કૃષ્ટ દેશવિરતિની પ્રાપ્તિ માટે ખપાવાતી કર્મ સ્થિતિ કરતાં વધારે ખપાવે ત્યારે જ પ્રમત્તચારિત્રની પણ પ્રાપ્તિ થાય એ વાત સ્પષ્ટપણે સમજાશે.) પ્રશ્ન ૬૯૬-પાક્ષિક–પ્રતિક્રમણમાં છીંક આવે તેને કાઉસ્સગ્ન કરવો પણ કેટલાક પૂજા અગર સ્નાત્ર ભણાવવાનું કહે છે તે તેને ખુલાસે શું? અને તેને ઉલ્લેખ શાસ્ત્રમાં છે કે નહિ? સમાધાનપૂર્વાચાર્યોના પ્રશ્નોત્તરગ્રંથને અનુસારે પાક્ષિક–પ્રતિકમણમાં શાંતિથન સુધી છીંકનું નિવારણ કરવામાં આવે છે, પણ પાક્ષિકમાં થયેલી છીંકને અંગે અપશુકન ગણું તેનાથી થતા શુદ્રોપદ્રવના નાશને માટે એક સે આઠ શ્વાસોચ્છવાસ (ચાર લેગસ્સ સાગરવરગંભીરા સુધી)ને કાઉસ્સગ કરી શુદ્રોપદ્રવના નાશ કરવા યક્ષાંબિકાદિની સ્તુતિ કહેવામાં આવે છે. આ હકીકત સાધુ-શ્રાવક ઉભયને સાધારણ હોઈ ત્યાં જણાવેલી છે, પણ પરંપરાએ શ્રાવકને આવેલી છીકના અપશુકનથી સંભવિત ક્ષુદ્રોપદ્રવના નાશ માટે તે શ્રાવક દ્રવ્ય-સ્તવન અધિકારી હોવાથી સત્તરભેદી પૂજા અથવા શક્તિની ખામીએ સ્નાત્રપૂજ રચાવે છે. પ્રશ્ન ૬૯૭—“વોઇતુ માનાર સૌ સાથે બેલે છે, તેમ “સંસારાવાની ચેથી થેય સાથે બોલે છે, તેનું કારણ શું ? સમાધાન–પ્રતિક્રમણના છ આવશ્યકેની સમાપ્તિથી થયેલા હર્ષને અંગે અંતમાં શાસનના અધિષ્ઠાતા જિનેશ્વર તેમજ સર્વ જિનેશ્વર અને જિનેશ્વરભગવાનની વાણુને મહિમા ગાવા માટે શબ્દ અને રાગથી વધતી એવી “ તુ’ ‘વિરાટ’ અને ‘વંતા ૦” એ રૂપ

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346