________________
(૨૫૮)
અને ઉપાશ્રયને અંગે પણ છકાયનો આરંભ થાય તે હિંસાને ઉપદેશ પણ સાધુ આપે નહિ. છકાયની હિંસાથી રસોઈ કરી હેય છતાં સાધુને આહાર–પાણી આદિ વહેરાવવાથી લાભ છે એમ કહેવાય છે અને તે આરંભથી થયેલા આહાર-પાણીને ઉપયોગ પણ સાધુઓ કરે છે, છતાં તે લાભને ઉપદેશ અને ઉપયોગ થવાથી આરંભની કંઈ અનુમોદના થતી નથી, તેવી રીતે કૂવા વિગેરેના પાણીનું અચિત્તાપણું થઈ જાય અગર કરે અને પછી તેનું દાન દેવામાં લાભ બતાવાય તેથી કૂવા ખોદવા કે પરબો બંધાવવા વિગેરેમાં લાભ કહી શકાય નહિ. વળી છકાયના આરંભથી થયેલ શયા (મકાન)ના દનથી લાભ થાય તે પણ તે મકાન કરવાને ઉપદેશ પણ સાધુથી આપી શકાય નહિ.
પ્રશ્ન ૬૯૪–બાદર-એકેંદ્રિય જીવને સ્પર્શ કરતાં કેટલું દુઃખ થાય છે?
સમાધાન–બાદર-એકેંદ્રિય છે સ્વભાવથી જ અત્યંત અનિષ્ટ વેદના ભોગવી રહ્યા છે, તેમાં તેને સ્પર્શ કરવાથી પાકીને ફરેલા ગુમડા ઉપર કાંઈ અડે અને આપણને જેમ વેદના થાય, તેમ બાદર–એકેંદ્રિયને અડવાથી વેદનાને ઘણો વધારે થાય છે. આ વાત વિચારવાથી શાસ્ત્રકારોએ બાદર–એકેંદ્રિયના સ્પર્શનો પણ કરેલું નિષેધ અને સ્પર્શ કરવાથી જણાવેલું પ્રાયશ્ચિત્ત એગ્ય જ છે એમ સમજાશે.
પ્રશ્ન ૬૯–એક ઘરમાં દશ માણસ હોય, તેમાં કેટલાક પાપી હોય અને કેટલાક ધમ પણ હોય તે પાપીએ કરેલા પાપથી ધમી લેપાય કે કેમ?
સમાધાન–શાસ્ત્રકારો મન-વચન-કાયાથી જેમ પાપને કરવું અને કરાવવું એ બંનેને નિષેધ કરે છે, તેવી જ રીતે પાપની અનુમેદનાને નિષેધ કરે જ છે અને અનુમોદના શાસ્ત્રકારો ત્રણ પ્રકારે જણાવે છે
૧. જે કંઈ પણ છવ આપણા પ્રસંગમાં આવેલ અને તે જે કાંઈ પાપ કરે છે કે તે પાપ કરવાનું આપણે કહ્યું ન હોય છતાં,