________________
(ઉપર)
સમાધાન-લવણસમુદ્રમાં અંતપમાં મનુષ્યનાં જન્મ-મરણ થાય છે, વળી તે અંતર્લીપ સિવાય બીજા નાનામોટા બેટ તેમજ પ્રવહાદિક સ્થાનમાં મનુષ્યનું રહેવું, જવું થાય અને ત્યાં મનુષ્ય જન્મ કે મરણ પામે તેમાં કોઈ જાતને બાધ દેખાતું નથી.
પ્રશ્ન ૬૭૮–હાલમાં જે યતિઓ ગરજીઓ વર્તે છે તે રીતે તે યતિ તથા ગોરછનું કયું ગુણસ્થાનક માનવું ?
સમાધાન–જિનેશ્વરમહારાજની સાચી શ્રદ્ધા અને પ્રરૂપણ જેમાં હોય તે એમાં ચોથું, અગર વાર-તહેવારે વ્રત નિયમ, પચ્ચ
ખાણ કરતા હોય અગર અમુક અણુવ્રત ધારણ કરતા હોય તે પાંચમું ગુણસ્થાનક પણ કહી શકાય અને જેઓની શ્રદ્ધા, પ્રરૂપણું માર્ગને અનુસરતી નથી તેઓને વ્યવહારથી પણ એથે પાંચમે ગુણઠાણે કહેવાનું મુશ્કેલ પડે અર્થાત પહેલે ગુણઠાણે પણ હેય.
પ્રશ્ન ૬૮-તમસ્કાય વસ્તુ શી છે તથા તે ક્યાંથી આવે છે? તેમજ દરરોજ નિયમિત ટાઈમેજ આવે છે તેનું કારણ?
સમાધાન-તમસ્કાય એ અપકાયને વિકાર છે, તથા અરૂણોદ નામના સમુદ્રના મધ્યભાગમાંની તમસ્કાયની શ્રેણી નીકળે છે અને સૂર્ય વિગેરેના કારણથી તેને ધ્વસ પાય છે.
પ્રશ્ન ૬૮૧–ભરતની જે શાશ્વતી ગંગા નદી છે તે હાલ છે તે કે બીજી
સમાધાન-દિલ્હી, કાનપુર, કાશી થઈને બંગાળના અખાતમાં મેળવેલી જે આધુનિક ગંગા છે તે અષ્ટાપદથી વાળાને સમુદ્રમાં મેળવેલી ગંગા છે એમ અજિતનાથજીના ચરિત્રના આધારે જણાય છે.
પ્રશ્ન ૬૮૨–સૂર્યના ઉદય થયા પછી નવકારશીઆદિનું પચ્ચખાણ લેવાય કે નહિ?