________________
(૨૫૩)
સમાધાન-મુખ્યવૃત્તિએ સૂર્યોદય પહેલાં ધારવું ન લેવું જોઈએ, છતાં હંમેશા પચ્ચખાણ કરનારાઓને માટે પછી પણ લેવા-ધારવામાં અડચણ નથી.
પ્રશ્ન ૧૮૩–સિદ્ધચક્રજીના જુદા જુદા વર્ણ રાખવાનું કારણ શું? સમાધાન–જુદા જુદા પદોનું સહેલાઈથી ધ્યાન થઈ શકે છે. પ્રશ્ન ૬૮૪–સકલતીર્થ કયા આવશ્યકમાં ગણાય?
સમાધાન–રાઈપ્રતિક્રમણમાં છ આવશ્યકની સમાપ્તિ તથા પચ્ચખાણ લેવાની શરૂઆતમાં કહેવામાં આવતું હોવાથી પચ્ચખાણ નામના છઠ્ઠા આવશ્યકમાં ગણવામાં આવે તે હરક્ત લાગતી નથી.
પ્રશ્ન ૬૮૫–પિસહમાં શ્રાવકથી વાસવડે જ્ઞાનપૂજા થાય કે નહિ?
સમાધાનકવ્યસ્તવ હેવાથી ઉચિત નથી એમ સેનપ્રશ્નમાં પૌષધવાળા માટે દીધેલા ઉત્તરથી જણાય છે.
પ્રશ્ન ૬૮૬-છઠ્ઠા ગુણસ્થાને ચાર ધ્યાનમાંથી કયું ધ્યાન હેય?
સમાધાન-પ્રમત્તદશા હોવાને લીધે આધ્યાનને સંભવ છે છતાં પણ વ્રતની પરિણતિને લીધે ધર્મધ્યાનને પણ સંભવ છે એટલે પ્રમત્તસંયત ગુણસ્થાનકે મુખ્યતાએ આર્તધ્યાન હેવા છતાં પણ ગૌણપણે ધર્મધ્યાન હેય એમ શાસ્ત્રકારો જણાવે છે.
પ્રશ્ન ૬૮૭–પરમાધામ દેવોની ગતિ-આગતિ કેટલા જીવબેદમાં હોય?
સમાધાન-પરમાધામી દેવતા મરીને અંડગેળીયા મનુષ્યપણે થાય છે જે અંગેળીયાપણામાં મહિનાઓ સુધી વેદના ભોગવવી પડે છે, પણ તે અંગળીયામાંથી પણ નીકળીને બીજી દુર્ગતિઓમાં પરમા