________________
(૨૫).
સમાધાન–એક મનુષ્ય પ્રતિદિન શેર અનાજ ખાતે હેય અને તેને જે મણ અનાજ આપવામાં આવે તો તેને ચાલીસ દિવસને ખેરાક છે એમ કહી શકાય, છતાં તે મનુષ્યને કાંઈક એ જબરો ભસ્મક જેવો વ્યાધિ થાય અને તે ચાલીસ દિવસને ખોરાક દશ દહાડામાં ખાઈ જાય. તેમાં આહાર જલ્દી ખાધે કહેવાય પણ આહારને નાશ થયો કહેવાય નહિ, તેવી જ રીતે બાંધેલા કર્મો પણ અનુક્રમે ભગવત જેટલા વખતે ભોગવી લેવાવાનાં હોય તેના કરતાં થોડા વખતમાં જે કર્મ ભોગવી લેવાય તેનું નામ ઉપક્રમ (નાશ) કહેવાય છે. ઘડીયાળની કુંચી ઘડીયાળ રીતસર ચાલે તે છત્રીસ કલાક પહોંચવાની હોય છતાં જે તેની ઠેસ ખસી જાય કે ઢીલી થાય તે તે ચાવી જલ્દી ઉતરી જાય તેમાં ચાવીને નાશ થયે કહેવાય નહિ. તેવી રીતે અનુક્રમે ભેગવાતું આયુષ્ય સે આદિ વરસ ચાલવાનું હોય છતાં રાગદ્વેષાદિ દ્વારાએ જદી અંતર્મુહૂર્તથી માંડીને કોઈ પણ વખતમાં ભગવાઈ જાય, તેમાં કમે ઊડી ગયું કહેવાય નહિ.
પ્રશ્ન ૬૭૭–અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય, તિર્યંચનું આઉખું ઉપક્રમવાળું હોતું નથી એમ ખરું?
સમાધાન–અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચનું આઉખું ઉપક્રમવાળું હોતું નથી એમ જે કહેવાય છે તે પર્યાપ્ત અવસ્થા થયા પછી સમજવું; કેમકે અપર્યાપ્ત અવસ્થાવાળા યુગલીઆઓનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય તે તે ઘટીને અંતર્મુહૂર્ત જેટલું થઈ જાય છે (એમ જે ન માનીએ તે જુગલીયાની સ્ત્રીઓને નવ લાખ છની ઉત્પત્તિ મનાય નહિ અથવા તે આર્મભૂમિના ક્ષેત્રમાં સંખ્યાતા વર્ષનું યાવત અંતર્મુહૂર્તના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય માનવા પડે પણ તે બનતું નથી માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ પોપમનું આયુષ્ય પણ અપવર્તનીય થાય છે.
પ્રશ્ન ૬૭૮–લવણસમુદ્રમાં મનુષ્યનાં જન્મ-મરણ થાય કે નહિ ?