________________
(૨૪૬) ને પછી જ બાકીના સૂત્રે અંગસ્થ થાય છે, માટે સ્થાપનાની અપેક્ષાએ શ્રી આચારાંગ સૂત્ર સર્વ અંગેની આદિમાં છે અને સૂત્રોની રચનાની અપેક્ષાએ તે ચૌદપૂર્વની જ રચના પ્રથમ થાય છે. વળી અનાબાધ મેક્ષપદની પ્રાપ્તિ માટે જ જ્યારે શ્રી જિનેશ્વરભગવાન આગમાર્થનું નિરૂપણ કરે છે અને ગણધર મહારાજા તેજ માટે દ્વાદશાંગી રચે છે તે તે મોક્ષપદની પ્રાપ્તિ કરાવનાર સાધુજીવનને ટકાવનાર એ આચાર પ્રથમ જણાવે ને રચે તેમાં આશ્રય શું ! વળી આચારાંગનું જે અભિધેય શસ્ત્રપરિણાદિ છે તેમાં વ્યવસ્થિત હોય તેને જ શેષ સુત્રપ્તાંગાદિ અંગે અપાય છે. તેથી પણ આચારાંગની પહેલાં અંગ તરીકે સ્થાપના થાય તેમાં પણ આશ્ચર્ય નથી જ. જો કે આચારાંગાદિ સર્વ શ્રુત દષ્ટિવાદના ઉદ્ધારરૂપ છે અને સર્વ સિદ્ધાન્તને અવતાર દષ્ટિવાદમાં છે પણ આબાલવૃદ્ધોને મોક્ષની ઈચ્છા અને યોગ્યતા હોય તે સ્વાભાવિક હેઈ મેક્ષને ઉપાય જે આચાર તે બાલવૃદ્ધાદિને જણાવ જોઈએ ને તે આચાર આચારાંગમાં લેવાથી અત્યંત વિસ્તારવાળા પૂર્વેની રચના પહેલી કરી, પછી તેના ઉદ્ધારરૂપ શેષ અંગેની સ્થાપના અને રચના કરતાં પ્રવચનના સારભૂત અને મોક્ષને અસાધારણ ઉપાય છે જે આચાર તેને જણાવનાર શ્રી આચારાંગ તેને પ્રથમપણે સ્થાપન કરે ને ઉદ્ધારરૂપે રચે તે વાસ્તવિક જ છે.
પ્રશ્ન ૬૬૯–આચારાંગ-સૂત્રનું પદની અપેક્ષાએ શ્રી સમવાયાંગ અને નંદીસૂત્રમાં અઢાર હજાર ૫દ જેટલું પ્રમાણ જણાવેલ છે તે તે પ્રમાણે માત્ર ગણધરમહારાજે રચેલા નવ અધ્યયનપ્રમાણ આચારાંગનું સમજવું કે શ્રતસ્થવિરેએ કરેલી પાંચ ચૂલા સહિત આચારાંગનું તે પ્રમાણ સમજવું?
સમાધાન–આચારાંગ-સૂત્રનું અઢાર હજાર પદનું જે પ્રમાણ શાસ્ત્રમાં કહેલ છે તે કેવલ નવ બ્રહ્મચર્યમય જે પહેલે શ્રુતસ્કંધ છે તેને જ સમજવું. શ્રુતસ્થવિરોએ કરેલી જે પાંચ ચૂલાઓ છે તેને જે સાથે લઇએ તે શ્રી આચારાંગ-સૂત્રનું બે શ્રુતસ્કંધની અપેક્ષાએ અધિકઅધિક