________________
(૨૪૪)
ભગવાનના વારામાં જ છે એમ કહી શકાય નહિ. તેથી ઉત્સર્ગે એક સો સિત્તર અને જઘન્યપદે વીસ તીર્થંકરની હયાતી માનવાવાળે પક્ષ વધારે પ્રચલિત લાગે છે) આ સ્થાને ઉત્કૃષ્ટ પદને ઉત્સર્ગ તરીકે ગણવામાં આવેલ છે ને તેથી જઘન્યને અપવાદપદ લે તેમાં આશ્ચર્ય નથી, પણ શાસ્ત્રમાં રૂઢિથી જે નિષ્કારણ વિધિને ઉત્સર્ગ કહેવાય છે અને સકારણ હવાપૂર્વક ઉત્સર્ગના રક્ષણ માટે કરાતા વિધિને જે અપવાદ કહેવાય છે તે ઉત્સર્ગ–અપવાદ અહિં સમજવા નહિ.
પ્રશ્ન ૬૬૭-હનન, આજ્ઞાપન, પરિગ્રહણ, પરિતાપન અને અપદ્રાવણથી શું શું ગ્રહણ કરવું ?
સમાધાન—લાકડી, ચાબખા વિગેરેથી હનન લેવું. (અપાવણને અર્થ પ્રાણુવિયોગકરવાને છે માટે હનનશબ્દથી પ્રાણુવિયાગ ન લેતાં લાકડી, ચાબખા વિગેરેથી મારવું લેવું).
બળાત્કારે હુકમથી જે કામ કરાવાય તેનું નામ આજ્ઞાપન કહેવાય. જો કે આજ્ઞાશબ્દથી શાસ્ત્રમાં સ્થાને સ્થાને તીર્થકરમહારાજના વચને કે આગમ વિગેરેનું જ્ઞાન લેવાય છે તે પણ કેટલેક સ્થળે “માળા પટામિને” વિગેરે વચને હેવાથી પ્રવતનારના હૃદયમાં વક્તાનું બહુમાન હોય અને એ વક્તાના વચનને આધારે પ્રવર્તે છે ત્યાં આજ્ઞા શબ્દને અર્થ બળાત્કારપૂર્વકને અભિગ હોતું નથી, પણ જે સ્થાને પ્રવર્તનારની મરજી ન છતાં બળાત્કારે હુકમ દેવાય છે તે સ્થાને આજ્ઞાપનને દેશ તરીકે ગણવામાં આવે છે. (આ જ કારણથી સાધુઓની દશધા સામાચારીમાં ઈચ્છા કરનારની સામાચારીની નિરૂપણ કરી મુખ્યતયા શાસનમાં બળાત્કારે હુકમ દેવાને નથી એમ સ્પષ્ટ કર્યું છે.)
છો ઉપર બળાત્કાર કર્યા વગર પણ ભય, દાસ કે દાસી આદિપણે જે મમત્વ રાખીને જીવોને તાબે કરવામાં આવે તે પરિગ્રહણ કહેવાય છે. (ગુરુ આદિક મેક્ષમાર્ગની પ્રાપ્તિ અને વૃદ્ધિના હેતુથી જે શિષ્ય ને વસ્ત્રાદિને સંગ્રહ કરે તે પરિગ્રહ નથી; પણ તેમાં મમત્વ ન જોઈએ, એ તે જરૂરી જ છે)