________________
(૨૩૪)
અને આનંદની વ્યાખ્યા સમજનારા પુરૂષ એટલું તે સહેજે સમજશે કે અરતિ અને આનંદ એ બંને મનના વિકારો જ છે અને ધર્મ તથા શુકલધ્યાનના તીવ્રપરિણામથી ધ્યેયમાં રોકાયેલું ગીનું ચિત્ત સ્થિરતામય હેવાથી તે વિકારો (અરતિ આદિ) તેમાં હેતા નથી. તેમજ ઉત્પન્ન થતા પણ નથી. અસંજમમાં અરતિ અને સંજમમાં આનંદના વિચારને શાસ્ત્રકારોએ નિષેધ કરેલ છે, પણ પ્રસંગ પ્રાપ્ત અરતિ અને આનંદ રોકેલા નથી અને રોકી શકાતા નથી. તેથી જ શાસ્ત્રકારે ફરમાવે છે કે અસંયમની અરતિમાં અને સંયમના આનંદમાં સાધુઓનું તાત્પર્ય હેય નહિ એટલે કે જ્યાં સુધી શુકલધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અસંયમ કે સંયમરૂપ કારણથી અરતિ અને આનંદ અને તે પણ તેના આગ્રહમાં તત્ત્વ ન રાખતાં જ સ્વસ્થ રહેવું જોઇએ.
પ્રશ્ન ૬૫૩–મિત્ર અને અમિત્રનું લક્ષણ અને તે કોને ગણવા?
સમાધાન–ઉપકાર કરનારે મિત્ર કહેવાય છે અને અપકાર કરનાર શત્રુ કહેવાય છે એ સ્વાભાવિક છે, પણ તાત્વિક સર્વથા અને સાર્વત્રિક એવા ગુણને કરવાવાળો જે હોય તે વાસ્તવિક મિત્ર કહેવાય છે, અને તે મિત્ર સર્વને પિતાને આત્મા જ થઈ શકે, તેમજ સંસારમાં સહાય કરવારૂપ ઉપકારથી જે મિત્ર તરીકે માનવામાં આવે છે તે મોહદયનું જ કાર્ય છે, કેમકે વાસ્તવિક રીતિએ સંસારમાં સહાય કરનારો મનુષ્ય દુઃખના દરીયારૂપ સંસારમાં પાડવાની મદદ કરનાર હોવાથી શત્રુરૂપ જ છે અર્થાત સન્માર્ગમાં રહેલે આત્મા કે આત્માને સન્માર્ગે લાવનાર મહાપુરૂષ એ જ આત્માના સાચા મિત્ર છે અને સ્ત્રી, પુત્ર, કણ, કંચનઆદિ સાંસારિક-કાર્યમાં મદદ દેનારો, સનેપાતવાળાને સાકર દેનારની માફક શત્રુરૂપ જ છે, માટે મોક્ષાર્થી આત્માઓએ સાચા મિત્ર શત્રુની ઓળખાણ કરી પ્રવર્તવાની જરૂર છે. (વ્યવહારથી સાંસારિક કાર્યોમાં ઉપકાર કરનાર મિત્ર અને વિદ્ધ કરનાર શત્રુ તરીકે જે ગણવામાં આવે છે તે પિતાના શુભાશુભ ઉદયના કારણરૂપ હેવાથી ઔપચારિક છે)