________________
(૨૩૭)
મહારાજાના કહેલા ધર્મને ઉપદેશ કરે તેવી રીતે કાણુગ અને સમવાયાંગસત્રને ધારણ કરનારા સાધુઓ શ્રુતસ્થવિરો કહેવાય છે અને ભગવતીજી અંગના વેગ અને અધ્યયનથી ગણપદવી દેવાય છે તે વાત યોગના બે પ્રકારના વિભાગ કરતાં ભગવતીસૂત્રના વેગને ગણીગ કહેવાય છે તેથી તેમજ નવપદપ્રકરણના ભાષ્યની વ્યાખ્યામાં ભગવતીજીના
ગવતની શ્રી છનચન્દ્રજીને ગરપદ મળ્યું હતું એવું જણાવેલ હોવાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે-આચારાંગાદિનો અધિકાર સાધુઓ સિવાયનાને નથી, વળી વ્યવહાર સત્રમાં સની વાંચનાના અધિકારમાં સાધુઓને પણ નિશીથાદિ અધ્યયનને અધિકાર તત્કાલ દીક્ષાની સાથે ન આપતાં ત્રણઆદિ વર્ષોને પર્યાય થયા પછી જ અધિકાર આપે છે તે પણ સ્પષ્ટ જણાવે છે કે સાધુઓને જ સૂત્ર-અધ્યનને અધિકાર છે. વળી શ્રી નિશીથસૂત્રમાં ગૃહસ્થ કે અન્યતીથીને સૂનું અધ્યયન કરવા કરાવવા કે તેમાં સામેલ થનારાને પ્રાયશ્ચિત્ત કહ્યું છે, એ ઉપરથી પણ શ્રાવકને સુત્રને અધિકાર ન હોય એમ સ્પષ્ટ થાય છે. વળી સ્થાનાંગાદિસૂત્રોમાં જ્યાં અસ્વાધ્યાય વર્જવાને અધિકાર છે, ત્યાં પણ સાધુને ઉદેશીને જ અસ્વાધ્યાય વર્જવાને કહેલ હેવાથી સૂત્રના અધિકારી સાધુઓ જ હેય એમ સ્પષ્ટ થાય છે, વળી ધર્મદેશના દેવામાં મુખ્યતાએ છજીવનિકાયની દયા ધ્યેય તરીકે રહેવી જ જોઈએ અને ગૃહસ્થ ત્રસકાયની પણ યથાયોગ્ય સપૂર્ણ દયા ન કરી શકનારા હેઈ જે છકાયની દયાની વાત કરે તે કેવળ હસીને પાત્ર જ થાય અને જે છકાયની દયાના ધ્યેયને ગૌણ કરીને ધર્મકથન કરે તે જિનેશ્વરમહારાજનું શાસન જ વિપરીત ધ્યેયવાળું ગણાઈ જાય, તેવી રીતે સર્વ પાપને વર્જવાને પ્રથમ ઉપદેશ દેવો હોઈ આસવમાં પ્રવર્તે તે સર્વ પાપના ત્યાગનો ઉપદેશ ગૌણુ કરી દે તે સ્વાભાવિક છે, આજ કારણથી આજકાલના નવયુવકે ચાલુજમાનાને સમ્યગદર્શનજ્ઞાન–ચારિત્રરૂપી ત્રણે રત્નની પ્રધાનતાવાળો ન કહેતાં જ્ઞાનેલોતને બુદ્ધિવાદને યુગ છે એમ કહેવા બહાર પડે છે. અને તે જ ધ્યેય રાખીને