________________
(૨૩૧ )
પણ આ આચાર્યનું છે. અને ગચ્છનું છે એમ નહિં ધારતાં જે મારાપણું ધારે તે પરિગ્રહ છે, એમ જણાવવા માટે પરિ ઉપસર્ગની જરૂર છે અર્થાત ધર્મોપકરણે પણ નિર્મમત્વબુદ્ધિથી જ્ઞાનાદિકની વૃદ્ધિના ઉદેશથી જ ધારણ કરાય તે પરિગ્રહ નથી, બાકી ધર્મોપકરણ સિવાયની વસ્તુ લેવી તે તે પરિગ્રહ જ છે.
પ્રશ્ન ૬૪૮-અવગ્રહ કેટલા પ્રકારના છે ? તેને બાધ્યબાધકભાવને શબ્દાર્થની ઘટના શી રીતે ?
સમાધાન દેવેન્દ્ર ૧. રાજ (ચક્રવતિ) ૨. ગૃહપતિ (સામાન્ય રાજ) ૩. ચાતર (મકાન માલીક) ૪. અને સાધર્મિક, (સાધુ) ૫. એવી રીતે પાંચ અવગ્રહ હોય છે. તે પાંચ અવગ્રહોમાં પૂર્વ પર્વમાના અવગ્રહે પાછળ પાછળના અવગ્રહથી બાધિત થાય છે. એટલે દેવેન્દ્ર અવરહ આપ્યા છતાં ચક્રવર્તિને અવગ્રહ ન મળ્યો હોય તે દેવેનને અવગ્રહ મળે પણ નકામે ગણાય, એવી રીતે યાવત સાધુને અવગ્રહ ન મળ્યો હોય તે દેવેન્દ્ર વિગેરેના અવગ્રહે મળેલા હોય તે નિરર્થક ગણાય.
(પ્રાચીન કાળમાં જગાની માલીકી કેવળ રાજાની જ રહેતી હતી પણ સામાન્યગૃહસ્થ જગાની માલીકી ધરાવતા ન હતા તેથી ગૃહપતિશબ્દથી અહીં રાજા લીધેલે છે.
| (શયાતર કરતાં સાધર્મિક જુદા લીધેલા હોવાથી શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સાધર્મિકશબ્દ વપરાય છે. ત્યાં ત્યાં સાધુઓ જ લેવાય છે આ વાત સહેજે સમજાય તેવી છે. માત્ર શ્રાવકને ઉદ્દેશીને કહેવાતા અધિકારમાં સાધર્મિક શબ્દથી શ્રાવકે લઈ શકાય પણ સાધુના અધિકારમાં વપરાએલાં સાધર્મિકશબ્દથી શ્રાવકે ન લેવાય, “આદિ વાપ” માં પણ “તામ્બિg” શબ્દથી સાધુઓ જ લેવાએલા છે.