________________
(૧૯) સમાધાન–શ્રાવકો સચિત્ત પાણીને નહિ અડકવાને નિયમ કરવામાં તે પુરતા વ્યાજબી છે, તેઓ સચિત્ત પાણીને નહિ અડકવાને નિયમ લે તેમાં તેમને કાંઈ પણ દોષ નથી, પરંતુ તેથી જ તેઓ પ્રભુપૂજામાં પણ સચિત્ત પાણીને ઉપયોગ કરે એવી તેમને છૂટ છે એમ માનવાની જરૂર નથી. સંચિત પાણીને નહિ અડકવાનો નિયમ લીધા પછી પ્રભુ પૂજામાં પણ સચિત્ત પાણીને અડકવાને પ્રતિબંધ છે અને તેથી જ સાતમી પ્રતિમામાં ધૂપ-દીપાકિની પૂજા કરાતી નથી.
પ્રશ્ન પાપ-કરેમિ ભંતે જાવસાહ ને પાઠ અંગીકાર કરી બે સામાયિક જેટલો સમય લે અને બે સામાયિક છુટાં કરે તેમાં કાંઈ ફરક ખરે?
સમાધાન-લાભની અપેક્ષાએ ફરક છે, કારણ કે વ્યાખ્યાન આદિ જેવા નિયત વખતમાં “જાવસાહું” ના પાઠથી વધારે લાભ છે.
પ્રશ્ન પ૩૬– તીર્થકર ભગવાનના સમવસરણમાં અભવ્યને આવવાને અને વ્યાખ્યાનાદિ સાંભળવાને અધિકાર ખરે કે નહિ ?
સમાધાન-તીર્થકર ભગવાનના સમવસરણમાં અભને આવવાનો અધિકાર છે, અને દેશનાને શ્રવણ કરવાને પણ અધિકાર છે, પરંતુ તે સાથે એટલી વાત યાદ રાખવાની છે કે જે વ્યાખ્યાન અથવા બીજે જે ઉપદેશ ત્યાં અપાય તે ઉપદેશ અભને તરૂપે પરિણમત નથી.
પ્રશ્ન પ૩૭–જે છો અભવ્ય છે તે છોને શુકલેશ્યા થાય ખરી કે નહિ?
સમાધાન–અભાવ્ય-જીવને પણ શુકલેશ્યા થઈ શકે છે અને તેથી જ તેને પરિણામે તેઓ રૈવેયક સુધી જઈ શકે છે.
પ્રશ્ન પ૩૮-સિહચકના ગયા વર્ષના વીસમા અંકના ૪૫૪ મા પાનામાં ૬ થી ૧૧ સુધીની લીટી એવી છે કે-“અછવપણું એ પારિણમિક ભાવ છેએ લીટીઓને અર્થ શું સમજે?”