________________
(૧૧) પણ તે આપવાનું શાસ્ત્રકારે કહે છે. ચોથા અણુવ્રતના પરવિવાહકરણ નામના અતિચારમાં કન્યાદાનનું ફળ ઈચ્છનાર મુગ્ધમતિને પણ અણુવતે દેવાય એમ જણાવે છે તેમજ સમ્યકત્વરહિતપણે અનંતા ચારિત્રનાં લિંગ કર્યા, અને તેથી ગ્રેવેયક સુધીના દેવલોકનાં સુખને અનુભવ્યાં એમ જણાવવાથી સ્પષ્ટ થાય છે કે મિથ્યાદષ્ટિપણામાં પણ કરેલા વ્રતોથી પાપ કે દોષ ન લાગતાં પુણ્યબંધ જરૂર થાય છે. જો કે આત્મકલ્યાણને માટે સમ્યકત્વની પ્રથમ જરૂરીયાત છે, એમાં બેમત હેઈ શકે જ નહિ.
પ્રશ્ન પ૮૯–આશંસા અને નિયાણુમાં ફેર છે ?
સમાધાન–શ્રી અર્થદીપિકાકાર સંલેષણના અતિચારોમાં રાજા થવું, દેવેન્દ્ર થવું ઈત્યાદિક ઈચછાઓને આશંસાપ્રયોગ નામને સંલેષણને અતિચાર જણાવે છે, અને નિયાણુને જુદો પાડી તેને તે ઉપલક્ષણથી લે છે. વળી સહ્નાનાગ સિવાયના સર્વધર્મને ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી સાશસધર્મ કહે છે. સમ્યગદર્શન થયું એટલા માત્રથી જ મેક્ષને પરમ સાધ્ય માને, તેવી રીતે અર્થકામને પરમ સાધ્ય નહિ માને, પણ અર્થકામની ઈચ્છા રહિતને જ સમ્યગદર્શનવાળા માનવા જઇએ તે દેશવિરત તથા અવિરતસમ્યગદષ્ટિ ગુણઠાણામાં રહેલાઓને અર્થકામની આશંસા વગરનાર માનવા પડે અને જે અર્થ કામની આશંસા કે ઇચ્છા ન જ હેય તે તેઓને પરિગ્રહમાં કે આરંભમાં આસક્ત હેવાનું હાય જ નહિ, અને તેમ ન હોય તે તે ચારિત્રપરિણમજ ગણાય, અથાત સમ્યકત્વની સાથે અર્થકામની આશંસા કે આકાંક્ષા ન જ હોય એમ કહી શકાય જ નહિ. જો કે સમ્યકત્વી અર્થકામને અનર્થરૂપ તે માનતે હે જ જોઈએ પણ તેથી તેની આકાંક્ષા વગરને થઈ જાય એ નિયમ શાસ્ત્રકાર જણાવતા નથી. નિયાણુમાં તે ઈચ્છાની તીવ્રતમ દશા હોવાને લીધે શાસ્ત્રકારો મિથ્યાત્વમાં જઈ પડવાનું જણાવે છે. - દરેક નિયાણુવાળાને તે ભવે કે અન્યભવે મિથ્યાત્વ જ હોય એ નિયમ નથી. કારણ કે વાસુદેવે નિયાણાવાળા હોવા છતાં સમ્ય