________________
(૧૮) પ્રશ્ન ૬૦૫–પ્રતિલેખન (પડિલેહણ ) ની ક્રિયાકાલે ઉપધાન કરવાવાળાઓ પાણહાર પચ્ચખાણ કરે કે નહિ ?
સમાધાન કરે નહિ, કેમકે પાણહાર પચ્ચકખાણ એ સંવરણની ક્રિયા છે અને સંવરણની ક્રિયા વિધિપુરસ્સર રહેવી જોઈએ. અને જે કરી લે તે જ્યારે સાંજના ઉપધાનવાળો ક્રિયા કરે તે વખતે “પચ્ચ
ખાણ કર્યું છે” એવું બેલવાથી અનુવાદ થઈ જાય, માટે ઉપધાનવાળાઓએ પ્રતિલેખનના અવસરે પાણહાર પચ્ચખાણ કરવા યુક્ત નથી, એટલે ગુરૂના દ્વાદશાવર્તવંદનપૂર્વક પચ્ચખાણ કરવાના હેઈને પડિલેહણમાં દ્વાદશાવર્ત વંદન ઉપધાનવાળા કરતા નથી અને તેથી પાણહારનું પચ્ચખાણ પણ ત્યાં થાય નહિં. આ પ્રશ્ન ૬૦૬– કેવલજ્ઞાન પામેલા કેવલી ગૃહસ્થપણામાં હોય તે શું દેશના અને વંદનને વ્યવહાર પ્રવર્તાવી શકે નહિ?
સમાધાન-ના. જેમ ઘરમાં રહ્યા કેવલજ્ઞાન પામેલા કેવલી કૂમપુત્ર છે; ઇન્દ્ર શ્રી સીમંધરસ્વામિજીને પુછ્યું કે ભરતક્ષેત્રમાં કઈ કેવલી છે? જવાબમાં “ના; પણ ઘરમાં રહ્યાં કેવલજ્ઞાન પામેલા કૂર્મીપુત્ર કેવલી છે.” આ જવાબમાં પ્રથમ “ના” કહેવાનું કારણ એજ છે કે કેવલજ્ઞાન પામેલા કેવલી છે, છતાં સાધુપણામાં વ્યવહારમાં નહીં હોવાથી દેશના કરવાને તેમજ વંદન કરાવવાનો રિવાજ ન હોવાથી કેવલી પણની ગણત્રી નહિ કરીને “ના” કહી અને પછી ગૃહસ્થપણના નામે નિર્દેશ કર્યો. જ્ઞાનની ઉચ્ચભૂમિકા પર આરૂઢ થયા છતાં, કાલેકના ભાવ પ્રત્યક્ષ નિહાળે છે, છતાં વ્યવહારચારિત્રવાળા ન હોવાથી કેવલી વંદનીય નથી; અથત શાસન ગુણોની પૂજ્યતા સ્વીકારવા છતાં વ્યવહારને પ્રાધાન્યપણે સ્વીકારે છે; અને તેથી જ ભરતમહારાજને કેવલજ્ઞાન થયેલું જાણુને આવેલા મહારાજે દીક્ષા–મહિમા કર્યા પછી વંદન કર્યું.
પ્રશ્ન ૬૦૭–દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રવૃત્તિ તે પાંચ ઈક્રિય અને મનદ્વારાએ છે અને તે સાધને નાશવંત છે; અને તે (ઈતિ